ગુજરાત ભાજપા ડોક્ટર સેલ સ્વાસ્થ્ય પ્રશિક્ષણ શિબિર કોરોના કાળમાં ડોક્ટર/પેરી મેડીકાલ સ્ટાફે કરેલ કામગીરી અભિનંદનીય છે : ડૉ. કિરણ પટેલ

તાજેરતરમાં ગુજરાત ભાજપા ડોક્ટર સેલ સ્વાસ્થ્ય પ્રશિક્ષણ શિબિર નું આયોજનકારવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતી ભારતીબેન શિયાળ, કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી ડો. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ ભાઈ પટેલ, રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, પ્રદેશ ભાજપ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ કિરીટભાઈ સોલંકી, પ્રદેશ યુવા મોરચા ના પૂર્વ પ્રમુખ ડો.ઋતવીજ પટેલ, પ્રદેશ ડૉક્ટર સેલના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.


નોર્થ ઝોન કન્વીનર ડો. કિરણ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતું કે, કોરોનાના કપરા કાળમાં કોરોના કાળમાં ડોક્ટર તેમજ પેરા
મેડીકલ સ્ટાફે કરેલ કામગીરી પ્રશંશનીય છે. વધુમાં ડો. પટેલે પોતાની ટીમ દ્વારા મયૂકર ની સારવાર તેમજ એ સામે દરમ્યાન કરેલ પ્રવૃતિનું પ્રેઝનટેશન આપ્યું હતું. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશીભર્યા નેતૃત્વ હેઠળ ભારતની 100 કરોડ જનતાને કોવિડ વેક્સિનેશન આપી સીમાચિન્હ રૂપ વૈશ્વિક સિદ્ઘિ મેળવી છે. જેમાં સ્વાસ્થ્ય સેવાના નિષ્ઠાવાન કર્મયોગીઓનું યોગદાન મૂલ્યવાન છે તેમ જણાવી કોરોના કાળમાં સમર્પિત ભાવે સેવા કરનાર સૌ કોઈ નો આભાર માની પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM