વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા પ્રસ્થાપિત નવીન કોમ્પોનન્ટ પ્લાન્ટ નો શુભારંભ કરી વિસનગરની જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો


વિસનગરની જનતા માટે વોલેન્ટરી બ્લડ બેન્ક દ્વારા પ્રસ્થાપિત નવીન કોમ્પોનન્ટ પ્લાન્ટ તા. 4-1-2022 મંગળવારના રોજ ગોવિંદચકલા પટેલવાડી ખાતે જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો. તેમજ શુભારંભ પ્રસંગે રક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં થયું હતું જેમાં 80 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું તથા રક્તદાતાઓને શ્રી ચિરાગભાઈ રમેશભાઈ પટેલ તરફથી 6 નંગ કાચના કપ-રકાબીનો સેટ, લાયન્સ ક્લબ વિસનગર તરફથી શોપીંગ બેગ અને પ્રવીણભાઈ ચૌધરી (આવકાર) તરફથી બોલપેનની ભેટ આપવામાં આવી હતી. તેમજ હવેથી વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્કમાં પ્લાઝમા, આર.બી.સી. પ્લેટલેટ, whole blood વગેરે સેવાઓ હવેથી ઉપલબ્ધ થઈ જશે.

આ શુભ પ્રસંગે નામાંકનના દાતાશ્રી ગિરીશભાઈ પટેલ અને તેમના માતૃશ્રી હીરાબા તથા પિતાશ્રી પિતામ્બર દાતા તથા વિષ્ણુભાઈ વી. પટેલ (ઉપપ્રમુખ સરદાર ધામ, અમદાવાદ), પ્રિતેશભાઈ પટેલ (ચેરમેનશ્રી APMC વિસનગર), કનુભાઈ ચૌધરી (ડિરેક્ટર દૂધ સાગર ડેરી, APMC વિજાપુર), પટેલ રાજેશકુમાર કાનજીભાઈ (આર.કે. જ્વેલ્સ), ગોવિંદભાઈ પટેલ (સમર્થ ડાયમંડ ગ્રુપ), જશુભાઈ પટેલ (ચેરમેનશ્રી કાંસા પીપલ્સ કો.ઓપ.સોસા.) ડો.મહેશભાઈ ગાંધી હાજર રહ્યા હતા. આ પ્રસંગે એક લાખ રુપિયાનું દાન શ્રી સંજુબેન રમેશચંદ્ર કંસારા, હસ્તેદેવાંગભાઈ વિસનગર દ્વારા આપવામાં આવ્યું હતું. તથાતેમજ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કોપરસીટી મર્ચન્ટ એસોસીએશન, સ્વસ્તિક મંડળ, વિસનગર વોલન્ટરી બ્લડ બેન્ક (જીવન જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત) દ્વારા કરવામાં આવ્યું હ

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *