વડાપ્રધાન મોદી ના દીર્ઘાયુ માટે યોજાયેલ પ્રાર્થના સભા

સચિવાલય જીમ ખાના દ્વારા વડાપ્રધાન મોદી ને લાંબા આયુષ્ય માટે શુભ કામનાઓ પાઠવવામા આવી

વડાપ્રધાન મોદી આપણા દેશ ના વિશ્વ માન્ય યુગપુરુષ છે

તાજેતરમા જ આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ કાફલાને પંજાબમા રસ્તા વચ્ચે જ રોકી જે વિક્ષેપો સર્જવામા આવ્યા તેના કારણે સમગ્ર દેશમા માનનીય વડાપ્રધાન મોદીના આરોગ્ય અને સલામતિ માટે ઘેરી ચિંતાની લાગણી પ્રવર્તી ગઇ છે. વડાપ્રધાન મોદી ને સલામતિ, સુખાકારી અને તેઓ લાંબુ આયુષ્ય ભોગવે તે માટે તાજેતરમા જ ગાંધીનગર, સચિવાલય જીમ ખાના ખાતે એક પ્રાર્થના સભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જીમના વરિષ્ઠ સભ્ય શ્રી અનિલ કક્કડ એ ટુંકમા બનાવ ની વિગતો રજુ કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ને માત્ર આપણા દેશ ના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માન્ય યુગપુરુષ અને સર્વાંગી વિકાસના સ્વપ્ન દ્રષ્ટા ગણાવ્યા હતા. તેઓશ્રીના માધ્યમથી આપણા રાષ્ટ્ર ને દુનિયામા એક આગવુ સ્થાન પ્રાપ્ત થયુ છે.

જે બદલ આપણે સૌ તેમના રૂણી છે.હાલની પરિસ્થિતમા અને કાયમ માટે દેશને તેમના નેતૃત્વ ની તાતી જરુરિયાત છે. જે ધ્યાનમા લઇ જીમ ના ઉપસ્થિત સભ્યોએ પ્રાત: પ્રાર્થના અને ગાયત્રી મંત્ર ના ઉચાચરણો કર્યા હતા. વધારામા “ નરેન્દ્ર મોદી …અમર રહો, અમર રહો “ ના નારા લગાવ્યા હતા. જીમ ના અન્ય કાયમી સભ્યો શ્રી ભાગ્યેશ પટેલ, સેક્શન ઓફિસર, શહેરી વિકાસ વિભાગ, નીતીન પરમાર, ચિરાગ માછી, રવિ પાટીલ, મહિપાલ રાવ, અને મહિલા પ્રતિનિધિઓ ની હાજરી મા યોજાયેલ આ પ્રાર્થના સભામા સર્વે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને સલામતિ, સુખાકારી અને તેઓ લાંબુ આયુષ્ય ભોગવે તે માટે શુભ કામના ઓ વ્યકત કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *