છ વર્ષ પહેલાનો એક આખો દાયકો લડી લેનાર જિલ્લા પંચાયત કર્મચારી હાલ જેઓ રીટાયર છે તેની સામે અપ્રમાણસર મિલકત નો કેસ હવે નોંધાયો…….!!
ગુજરાત સરકારનુ પોલીસ અને રેવન્યુ બાદ પંચાયત-પીડબલ્યુડી-સિંચાઇ-પા.પૂ.-વિકાસમંડળો-સ્થા.સ્વરાજ્ય-લેબર-પ્રદુષણ-ફુડ તરફ ફોકસ કે શુ??
જામનગર ( ભરત ભોગાયતા)
ભ્રષ્ટાચાર કેડો ન મુકે …ભા..ઇ…ACB ગમે ત્યારે ત્રાટકે એ વાત જામનગર ના એક કર્મચારી માટે લાગુ પડી છે જેમા નિવૃતિ લઇ ઠરી ઠામ થયેલા અને છ વર્ષ પહેલાનો દાયકો લડી લેનાર જિલ્લા પંચાયત કર્મચારી હાલ જેઓ રીટાયર છે તેની સામે અપ્રમાણસર મિલકત નો ગુનો હવે નોંધાયો…….!! હાલ રીટાયર થઇ ઠરી ઠામ થયેલા સરકારી કર્મચારી સામે અપ્રમાણસર મીલકત નો છે………ક હવે કેસ નોંધાયો છે જો કે વહીવટી બાબતોના નિષ્ણાંતોમા ઉઠતા સવાલો મુજબ ગુજરાત સરકારનુ પોલીસ અને રેવન્યુ બાદ પંચાયત-બાંધકામ-સિંચાઇ-પા.પૂ.-વિકાસમંડળો-પુરવઠા-સ્થા.સ્વરાજ્ય-લેબર-પ્રદુષણ-ફુડ સહિતનાતરફ ફોકસ વધ્યુ છે કે શુ?? કેમકે હાલ રાજ્યસ્તરે સાતસોથી વધુ અરજીઓ ઉપર જુદા જુદા સ્ટેજે કામ થઇ રહ્યુ છે અને આગામી છ મહિના મા નોંધપાત્ર કેસ નોંધાવાની શક્યતાઓ નકારાતી નથી જેને જેને આ ગંધ આવી છે તેઓએ સલામત રસ્તા અખત્યારક્તર્યા છે પણ અત્યાર સુધી લ….ડી…….જ….લી…..ધુ….હોય….ઇ ….પ…થા..રો થોડો સંકેલાય….?? ઇ તો દેખીતુ જ છે ને??
શુ કેસ છે?? કોની સામે છે??
દેવેન્દ્રસિંહ વિજયસિંહ પરમારે પોતાની જામનગર જીલ્લા પંચાયત ખાતેની રાજ્ય સેવક તરીકે ની. કાયદેસરની ફરજ દરમ્યાન ભ્રષ્ટ રીતરસમો અપનાવી, પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુન્હાહીત ગેરવર્તણુંક આચરી, લાંચીયાવૃતિથી પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર અવેજ દ્વારા નાણાં મેળવી તે નાણાંમાંથી પ્રાથમિક દ્રષ્ટીએ તેમની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં રૂ. ૨૪,૭૭,૨૩૫ –
(ચોવીસ લાખ સીત્તોતેર હજાર બસો પાંત્રીસ પુરા) ની અપ્રમાણસરની મિલકતો વસાવેલ હોય જે આવકના પ્રમાણમાં ૪૫.૩૮% નું સ્થાવર જંગમ મિલ્કતોમાં અપ્રમાણસરનું રોકાણ કરેલ હોવાનું તપાસ દરમ્યાન ફલીત થયેલ હોય, જેથી તેના વિરૂધ્ધ પ્રાથમિક તપાસના અંતે આજરોજ પોલીસ ઇન્સ્પેકટર, એ,ડી,પરમાર એ.સી.બી. પો.સ્ટે. જામનગરનાઓએ સરકાર તરફે ફરીયાદી બની જામનગર એ.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૦૫ ૨૦૨૧ થી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને-૧૯૮૮ ની કલમ ૧૩(૧)ઇ તથા ૧૩(૨) મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

