અમદાવાદ નગરની ધન્યધરા પર આવેલ એસ.જી રોડ પર પ્રેમરત્ન પરીવાર દ્વારા ગામે માનવતાના મસિહા,પ્રેમગુરુ કૃપાપાત્ર પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસુરીશ્વરજી મહારાજાની ૪૮મી દીક્ષા તિથિ નિમિત્તે અને પૂજ્ય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ના માર્ગદર્શન હેઠળ પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમરત્ન પરીવાર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ,કચ્છ,પાટણ,થરા,શંખેશ્વર તાલુકાના વિવિધ ગામોમાં માનવતાના કાર્યો કરવામાં આવે છે.જેના અંતર્ગત અમદાવાદના એસ.જી રોડના ઉપક્રમે ધાબળા વિતરણ કરવામાં આવેલ.આ ધાબળા ના લાભાર્થી મુંબઇ, અમદાવાદ,હૈદરાબાદ,કચ્છ,રાજસ્થાન,ગાંધીનગર,ઇન્દોર,રાજકોટ,થરા,પાટણ,ખેડબ્રહ્મા વિગેરેના ગુરૂભક્તોએ લાભ લીધેલ.આ સેવાકીય કાર્યમાં કર્મ વિરંગના,સેવાભાવી,જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના ચેરમેન શ્રીમતિ જીજ્ઞાબેન શેઠ ઉપસ્થિત રહી ધાબળા વિતરણ કરેલ.આ પ્રસંગે પ્રેમરત્ન પરીવારે દરેક લાભાર્થી પરિવારોની અનુમોદના કરી તેઓશ્રીને બિરદાવેલ.


