ભાગેલો કેદી અઢી દાયકા બાદ મળ્યો…!!!

—એ ગુનેગાર નતો જતો”ર્યો જેતેજેલનીઆબરૂજતીરહી’તી….!! પાછી આવી ગઇ….શોધનાર દ્વારકા જિલ્લા LCB police team bravo…!!!

ખૂન કેસનો આરોપી હતો 27 વર્ષથી ફરાર…પરિવારે મરણનો દાખલો કઢાવી વારસાઈ કરાવી લીધી..દ્વારકા LCB ટીમ જીવિત લાવી

ભાણવડના ખુન કેસમાં આજીવન કેદની સજાના પાકા કામના કેદી ફર્લો રજા ઉપરથી ૨૭ વર્ષથી ફરાર હતો

 
જામનગર ( ભરત ભોગાયતા)

જેલમાથી કેદી નતો જતોર્યો જે તે જેલની આબરૂ ગયા જેવો ઘાટ ઘડાયો હતો અને એક બે પાંચ વરસ નહી છે…ક ૨૭ વર્ષે એ આબરૂ પાછી આવી કેમકે એક કેદી ભાગી ગયો તો તે આટલા વરસ અઢી પોણાતન દાયકાએ પરત મળી આવ્યો છે માટે શોધનાર પોલીસ બ્રેવો…..!!
 

આપણે ત્યાં પોલીસ ટીમ માટે એવું કહેવાય છે કે પોલીસ ધારે તો બધું થાય..અને આ વાતને દેવભૂમિ દ્વારકા એલસીબીએ સાચી કરી બતાવી અને આ સ્ટોરી વાંચી તમને પણ દ્વારકા એલસીબી ટીમ પર ગર્વ થઇ જશે… ના કોઈ ફોટો, ના મોબાઈલ લોકેશન, અને એકમાત્ર શરીર પર મસાના નિશાન પરથી જે વ્યક્તિને તેના પરિવારે પણ મૃત જાહેર કરી મરણનો દાખલો મેળવી લીધો હતો તે વ્યક્તિને 8 માસની અથાગ જહેમત બાદ દેવભૂમિ દ્વારકા એલસીબી પરત લાવી છે. તમે જરા પણ આશ્ચર્ય ના પામતા રેકર્ડ પર જે મૃત વ્યક્તિ હતો તેને દ્વારકા એલસીબી ટીમ  જીવીત 27 વર્ષે શોધી લાવી છે અને દ્વારકા પોલીસ વડાએ પણ એલસીબી પી.આઈ.સહિતની પીઠ થપથપાવી છે.

હવે સ્ટોરી શરુ થાય છે વાત એવી છે કે ભાણવડ પોલીસ મથકના વર્ષ 1985ના એક કેસમાં એડી. સેશન્સ કોર્ટ – જામનગરએ પાકા કામના કેદી નં.-૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ, જિ. દેવભૂમિ દ્રારકાવાળાઓને તા.૩૦/૧૨/૧૯૮૬ ના રોજ આજીવન કેદની સજા ફરમાવેલ. જેમાં પાકા કામના કેદીને જામનગર જીલ્લા જેલથી મધ્યસ્થ જેલ, સાબરમતી – અમદાવાદ ખાતે મોકલી આપેલ. તે પછી તા.૨૯/૦૮/૧૯૯૪ થી ઓપન જેલ, અમરેલી ખાતે રાખેલ હતા. જ્યાં આ કેદીને તા.૦૩/૦૫/૧૯૯૪ થી ફર્લો રજા પર મુકત કરવામાં આવેલ અને ફર્લો રજા પરથી તા.૧૮/૦૫/૧૯૯૪ ના જેલ ખાતે પરત હાજર થવાનું હતુ. પરંતુ હાજર થયેલ ન હતા.

પાકા કામના કેદી નં. ૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર ફર્લો રજા પરથી ફરાર થઇ ગયેલતેના સામે સને-૨૦૧૦ ની સાલમાં નામદાર કોર્ટમાં સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું ધરપકડ વોરંટ પણ મેળવેલ. આમ, સંયુકત જામનગર જીલ્લા પોલીસ દ્રારા બાદ દેવભૂમિ દ્રારકા જીલ્લા પોલીસ દ્રારા છેલ્લા ૨૭ વર્ષથી પકડી પાડવા અથાગ પ્રયત્નો કરેલા પરંતુ પાકા કામના કેદી મળી આવેલ ન હતા.

જે અનુસંધાને આ પાકા કામના કેદીને પકડવો તે એક પોલીસ માટે ચેલેન્જ થઇ ગયેલ અને ૨૭ વર્ષનો સમયગાળો થયેલ હોવાથી તેનો ફોટો કે અન્ય ઓળખની માહીતી ન હોવાથી દેવભૂમિ દ્રારકા જિલ્લમાં પોલીસ વડા સુનીલ જોષી સાહેબ દ્રારા આવા કેદીઓને પકડી પાડવા તેના ઉપર એલ.સી.બી. ટીમોને હાર્ડવર્ક કરાવી તેના વીશે સંપુર્ણ માહીતી સબંધે કામગીરી કરાવેલ. જેથી એવી ચેલેન્જ જે કોઈ ના ઉપાડે તે એલ.સી.બી. દેવભૂમિ દ્રારકાના પોલીસ ઇન્સપેકટર જે.એમ.ચાવડા ઉપાડી લીધી હતી અને છેલ્લા આઠેક માસથી આ શખ્સની ભાળ મેળવવા કામે લાગેલા હતા અને ટીમ સાથે પોતે પણ કલાકો વર્કઆઉટ કરતા હતા.

આ તમામ માહીતી એકઠી કરી પીએસઆઈ એસ.વી.ગળચરએ હયુમન શોર્સીસથી હકીકત મેળવેલ કે, હાલમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ ખાતે ખેતમજુરી કામ કરે છે. તેવી ચોકકસ હકીકત આધારે પીએસઆઈ એસ.વી.ગળચર તથા પેરોલ – ફર્લો સ્કોડ કેશુરભાઇ એલ. ભાટીયા, જીતુભાઇ મેરામણભાઇ હુણ,  એ.એસ.આઇ. ધર્મેન્દ્રસીહ ગુલાબસીહ ચુડાસમાનાઓ ટીમ વર્ક થી ભરૂચ જીલ્લાના અંકલેશ્વર વીસ્તારમાં સારંગપુર, અમરાવતી નદીના કાઠેની વાડીઓમાં સતત બે દીવસ સુધી હોલ્ટ રહીને અમરાવતી નદીના કાંઠા વીસ્તારમાં પટેલની અનેક વાડીઓમાં તપાસ કરતા એક ઇસમ થોડી થોડી સૌરાષ્ટ્રની ભાષા બોલેલ તે અંદાજે તેની પુછતાછ કરી જેલથી મેળવેલ રેકર્ડની શરીર પરના નિશાનો ચેક કરતા સમાન નીશાનોઓ મળી આવતા લાંબી પુછતાછ બાદ છેલ્લા ૨૭ વર્ષથી ફર્લો રજા ફરારી પાકા કામના કેદી નં. ૩૦૭ વાળા માલદેભાઇ ઉર્ફે ગોપાલદાદા ઉર્ફે માવજીભાઇ સન/ઓ જીવાભાઇ કાનાભાઇ ગોરફાડ જાતે-સગર ઉવ આશરે ૭૦ વર્ષ ધંધો – ખેત મજુરીકામ રહે. હાલ સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની વાડી તા. અંકલેશ્વર જિ. ભરૂચ મૂળ – પાછતર તા. ભાણવડ જિ. દેવભૂમિ દ્રારકાવાળા મળી આવેલ. તેને સારંગપુર, તા. અંકલેશ્વર ખાતેથી મળી આવેલ. તેની પુછપરછ કરતા તેણે જણાવેલ કે,

            પાકા કામના કેદીની ફર્લો રજા પુરી થતા પરત જેલમાં જવાનું મન ન થતા ત્યાંથી નાશી જઇ પોરબંદરથી બસમાં રાજકોટ ત્યાંથી ટ્રેનમાં બેસી વડોદરા ગયા. વડોદરા રેલ્વે સ્ટેશન પર ત્રણ – ચાર વર્ષ સુધી મજુરી કામ કરેલ. પછી ત્યાંથી ભરૂચ જીલ્લના હાશોટ શહેરમાં રામનગર વીસ્તારમાં રોકાયેલ અને કડીયાકામની મજુરીકામ કરતા હતા. આ દરમીયાન તેની સાથે મજુરી કામ કરતા સોમીબેન કોળી પટેલ સાથે સંપર્કમાં આવેલ. તેની સાથે રહેવા લાગેલા. હાશોટમાં ૧૦ વર્ષ સુધી રહેલ તે પછી સારંગપુર, અમરાવતી નદીના કાઠે કરશનભાઇ પટેલની વાડીમાં ખેતમજુરી કામ રાખી સોમીબેન સાથે આજદીન સુધી સીમ વીસ્તારમાં રહેલનું જણાવેલ. તેનું આજથી ચાર પાચ વર્ષ પહેલા એકસીડન્ટ થયેલ આ વખતે તેને હાસડીમાં અને ડાબા પડખામાં લાગેલ આ વખતે તેનો દીકરો હમીર અંકલેશ્વર આવેલ. અને પૈસા આપી ગયેલ હતો. ફરાર થયા બાદ તેનો બીજો દીકરા મનસુખનું અવસાન થયેલ ત્યારે પાછતર ગયેલ તે પછી બે વખત પાછતર ગામે ગયેલ હોવાનું જણાવેલ. ફરાર થયેલ દરમીયાન ગોપાલભાઇ અને માવજીભાઇ જીવણભાઇ સગર ના ખોટા નામ ધારણ કરેલ હતા. તેમ જણાવેલ.

   આમ, છેલ્લા ૨૭ વર્ષથી પોલીસ  ની પકડથી દુર રહી, પોલીસની સાથે સંતાકુકડી રમતા હોશીયાર કેદીને આખરે સારંગપુર, અમરાવતી નદીના કાઠે, કરશનભાઇ ભીમજીભાઇ પાદરીયા કણબી પટેલની  વાડીથી પકડી પાડી અત્રે ખંભાળીયા લઇ આવી કોવીડ ૧૯ ની કાર્યવાહી કરાવી. પોલીસ પાર્ટી સાથે અમરેલી ઓપન જેલ ખાતે આગળની સજા ભોગવવા મોકલી આપેલ

-દીકરાએ કોર્ટમાંથી મૃત્યુનો દાખલો મેળવી જમીન વારસાઈ કરાવી લીધી હતી

ફરાર થઇ ચૂકેલ પાકા કામના કેદી નં.૩૦૭ માલદેભાઇ જીવાભાઇ સગર રહે. પાછતર ગામ, તા.ભાણવડ વાળાની ઘરે તથા આ વીસ્તારમાં અવાર નવાર પેટ્રોલીંગ ફરી માહીતી એકઠી કરતા જાણવા મળેલ કે, પાકા કામના કેદીના દીકરા હમીરભાઇ માલદેભાઇ ગોરફાડ સગર રહે. પાછતર તા. ભાણવડ નાઓએ નામદાર જયુ.ફ.ક. મેજિ. શ્રીની કોર્ટ ભાણવડમાં કાર્યવાહી કરી મરણનો દાખલો મેળવવા તજવીજ કરી તા.૨૩/૦૯/૨૦૧૭ ના ફરાર કેદીનો મરણનો દાખલો પણ કઢાવી તેની ૧૭ વીઘા ખેતીની જમીન ની તેની માતા લાડુબેન અને હમીરભાઇના નામે વારસાઇ મિલ્કત પણ કરાવી લીધેલ હતી.

-સાહેબ તમે મને શોધ્યો કેમ.??

જયારે ગતરાત્રીના દ્વારકા એલસીબી ટીમ આ આરોપીને ઝડપીને લાવી ત્યારે પી.આઈ.જે.એમ.ચાવડા સમક્ષ પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો ત્યારે આરોપીએ પી.આઈ.ચાવડાને પૂછ્યું તમે મને શોધ્યો કેમ.? ઈ કહો બાકી બધું ઠીક..કારણ કે હું આટલા વર્ષોથી ફરાર છું, મારી કોઈ નિશાની નથી, કોઈ ફોટો નથી, ત્યારે એલસીબી પી.આઈ.ચાવડાએ આરોપીને જવાબ આપ્યો કે પોલીસ ધારે તો કોઈ વસ્તુ અશક્ય નથી.

-કામગીરી કરનાર ટીમ

આ કાર્યવાહીમાં એલ.સી.બી PI જે.એમ.ચાવડા, PSI એસ.વી.ગળચર, ASI કેશુરભાઇ લખમણભાઇ ભાટીયા, વિપુલભાઇ મેરામભાઇ ડાંગર, ભરતભાઇ પીઠાભાઇ ચાવડા, ધર્મેન્દ્રસીહ ગુલાબસીહ ચુડાસમા, હેડ કોન્સ. જીતુભાઇ મેરામણભાઇ હુણ, લાખાભાઇ મેરામણભાઇ પીંડારીયા જોડાયા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM