મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના પંજાબની કોંગ્રેસ સરકારે કરેલા દુષ્પ્રયાસના વિરોધમાં ‘મૌન ધરણા’નો કાર્યક્રમ યોજાયો.

દેશના સમસ્ત દલિત, પીડિત, શોષિતોના મસીહા એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુની કામના કરાઈ.

કોંગ્રેસની નિન્મ રાજનીતિને વખોડતા પોસ્ટર્સ દર્શાવી વિરોધ કરવામાં આવ્યો.

પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શંભુનાથજી ટુંડીયા, ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રદ્યુમન વાજા, પ્રદેશ સહ પ્રવકતાશ્રી કિશોર મકવાણા, પૂર્વ મંત્રી આત્મારામ પરમાર, શહેર પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજરોજ મહાનગર ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જીવને જોખમમાં નાખવાના પંજાબની કોંગ્રેસ સરકારે કરેલા દુષ્પ્રયાસના વિરોધમાં ‘મૌન ધરણા’નો કાર્યક્રમ ગુજરાત વિધાનસભા સામે સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, પંજાબમાં પીએમ મોદી સાથે બનેલી ઘટના બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસના વિરોધમાં નાગરિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે.

આજના આ મૌન ધરણા કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી શંભુનાથજી ટુંડીયા, ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રદ્યુમન વાજા, પ્રદેશ સહ પ્રવકતાશ્રી કિશોર મકવાણા, પૂર્વ મંત્રી આત્મારામ પરમાર, શહેર પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રી હિતેશ મકવાણા, પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા, મોરચાના મહાનગરના પ્રભારી નરેન્દ્રભાઈ પરમાર, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં હાજર સૌએ મૌન ધરણા કરીને કોંગ્રેસની નિન્મ સ્તરની રાજનીતિને વખોડી પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો સાથે સાથે કોંગ્રેસના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા કરવામાં આવી રહેલી હલકી રાજનીતિ સામે પોસ્ટર્સ દર્શાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશના સમસ્ત દલિત, પીડિત, શોષિતોના મસીહા એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુની કામના કરાઈ હતી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM