આહવા ડાંગ તાલુકા પંચાયત અધ્યક્ષશ્રી દિપક પીમ્પ્લે દ્વારા મામલતદાર સાહેબ ને ઈટના ગેરકાયદેસર ચાલતા ભઠા બંધ કરવા માટે પ્રાંત અધિકારી સાહેબને આવેદન આપવામાં આવ્યું

મળતી માહિતી અનુસાર ડાંગમાં ઘણી જગ્યાએ ગેરકાયદેસર ઈટ ના ભઠાઓ આવેલ છે પરંતુ ડાંગ ફોરેસ્ટ કે ડાંગ પ્રાંત અધિકારી દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કેમ કરવામાં આવી નથી તે એક તપાસ નો વિષય બની રહ્યો છે કે ડાંગને એક ઉતમ પ્રકારનો દરજ્જો મળ્યો છે પ્રાકૃતિક ડાંગ તરીકે મળ્યો છે તો સુ આ અધિકારીઓને ખબર નથી કે ડાંગ ને સાચવવું પડશે તો સુ ડાંગ ને સાચવવાની જવાબદારી ફક્ત ડાંગના લોકોની છે ડાંગ ફોરેસ્ટની આમાં મહત્વની ભૂમિકા માલુમ થઈ પડે છે કે ડાંગ ને સાચવવું પડશે પરંતુ ડાંગના એક સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા આ ડાંગ ને સાચવવાની જવાબદારી લીધી હોય એ લાગી રહ્યું છે ડાંગ ફોરેસ્ટ સુ કરી રહ્યું છે ડાંગમાં 73AA ની જમીનમાં આવા ઈટ ના ભઠાઓ કાર્યરત છે તો બધાને ખબર જ હશે કે ડાંગ ને નુકશાન થવું જોઇએ નહીં પરંતુ અધિકારીઓને કદાચ ધ્યાન નહીં હોય ડાંગના અભણ લોકોને ખબર પડતી નથી પરંતુ અધિકારીશ્રીઓને કાયદા ખબર હોય તો કાયદાનો ઉલ્લઘન કરનારને ખુલ્લો છૂટો દોર આપી રહી છે આવું પ્રતીત થઈ રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ અધિકારી કયા પ્રકારના નિયમો લાવે છે ડાંગને નુકશાન કરે એવા કે ડાંગના જંગલો બરબાદ કરે એવા કે ડાંગને સારું થાય એવા હવે જોવાનું રહ્યું કે ડાંગ માટે કોણ આગળ આવશે …?

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *