આહવા મુકામે કાયૅકતૉઓ બહોળી સખ્યામાં હાજર રહેલા હતા

પંજાબ રાજ્યમાં ભારત દેશના ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જાહેર સભા તેમજ વિકાસ ના કામો ની જાહેરાત કરવા જઈ રહ્યા હતા ત્યારે પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવી બંધારણ નો ભંગ કરી દેશદ્રોહી કૃત્ય કરેલ છે અને આ રીતે ભારતના વડાપ્રધાન શ્રી એ એક પુલ ઊપર ૨૦ મીનીટ જેટલા સમય સુધી રોકાઈ જવું પડ્યું હતું એ પણ એવી જગ્યાએ કે જયાથી પાકિસ્તાન ની બોડૅર પણ ખુબ જ નજીક હતી.અને પોતાનો કાયૅક્રમ રદ કરી પરત ફરી જવુ પડયું હતું. જયારે દેશના વડાપ્રધાન કોઈ જગ્યાએ જતા હોય ત્યારે પ્રોટોકોલ મુજબ જે તે રાજયના મુખ્યમંત્રી,સુરક્ષા એજન્સી, રાજયના ડી. જી. વિગેરે સીવાય અન્ય કોઈ પણ ને વડાપ્રધાન શ્રી ના રૂટ ની જાણ હોતી નથી અને એક સીવાય અન્ય રૂપોની વ્યવસ્થા રાખવાની હોય છે. આમછતા આપણા વડાપ્રધાન શ્રી ના રૂટ ની માહિતી પંજાબ ની કોગ્રેસ સરકાર દ્વારા લીક કરવામાં આવી અને જેના કારણે જ કહેવાતા ખેડૂતો એ વડાપ્રધાન શ્રી નો રસ્તો જામ કરી દિધેલ અને આ રીતે આપણા વડાપ્રધાન શ્રી ઊપર જીવલેણ હુમલો કરવાનુ કાવતરું ધડી દેશના બંધારણ ની અસ્મિતા ને ઠેસ પહોચાડી છે.જેને વખોડવા અને ભગવાન શ્રી રામ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ને શતાયુ જીવન આપે અને કોગ્રેસ ના સોનીયા ગાંધી, રાહુલ ગાંધી તેમજ પંજાબ રાજ્ય ની કોગ્રેસ સરકાર ને સદબુદ્ધિ આપે તે માટે આજરોજ ડાંગ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા મોન ધરણાં નો કાર્યક્રમ ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા , કોર્ટ ની સામે આહવા મુકામે રાખવામાં આવેલ હતો . જેમા ડાંગ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી હરીરામ ભાઈ સાવંત, આહવા મંડળ ના પ્રમુખ સંજય ભાઈ વ્યવહારે,વઘઈ મંડળ ના પ્રભારી સંજયભાઈ પાટીલ, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ના ચેરમેન શ્રી દિપક ભાઈ પિંપલે, તાલુકા પંચાયત માજી પ્રમુખ નરેશ ભાઈ ગવળી, અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ આહિરે, મહામંત્રી બાળુભાઈ ગવળી, ઉપપ્રમુખ રાહુલ ભાઈ બચ્છાવ ,આહવા મંડળ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ હેમંત ભાઈ ખરે,આહવા મંડલ યુવા મોરચા ના જીગરભાઈ, રહિલભાઈ, રેહાન ભાઈ , લઘુમતી મોરચાના ના ઉપ પ્રમુખ રોનાલ્ડ વાઘેલા , મહેશ ભાઈ દેસાઈ તથા અન્ય કાયૅકતૉઓ બહોળી સખ્યામાં હાજર રહેલા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM