ગાંધીનગર મહાનગર ભાજપા કિસાન મોરચા દ્વારા ‘શ્રી કમલમ’, સે.૨૧ પાસે ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’ યોજાયો.

પંજાબમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા અંગે થયેલી ચૂક મામલે લાજવાની જગ્યાએ ગાજી રહેલી કોંગ્રેસની નિન્મસ્તરની રાજનીતિને વખોડી કાઢી ‘મૌન ધરણા’ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પંજાબમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા અંગે થયેલી ચૂક મામલે કોંગ્રેસ લાજવાની જગ્યાએ ગાજી રહી છે, નિન્મસ્તરની હલકી રાજનીતિ કરી પીએમ મોદીનો જીવ જોખમમાં નાખ્યા બાદ પણ કોંગ્રેસના નેતાઓ માફી માંગવાના સ્થાને બેજવાબદાર નિવેદનો આપી રહ્યા છે જે સમગ્ર દેશની જનતા જોઈ રહી છે. ગુજરાત સહિત દેશની જનતાએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે બનેલ ઘટનાને વખોડી કાઢી છે ત્યારે સિનિયર નેતૃત્વનાં માર્ગદર્શન હેઠળ મહાનગર ભાજપા દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા’ તેમજ મોદીજીના દીર્ઘાયુ માટે મહામૃત્યુંજયના જાપનું આયોજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ ‘શ્રી કમલમ’, સેક્ટર,૨૧ પાસે ગાંધીનગર મહાનગર ભાજપા કિસાન મોરચા દ્વારા ‘કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણા કાર્યક્રમ’ યોજાયો હતો.આજના આ મૌન ધરણા કાર્યક્રમમાં ભાજપા કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીશ્રી બાબુભાઇ જેબલીયા, મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ, મેયરશ્રીહિતેશ મકવાણા, ડૅ.મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી જસવંત પટેલ, મહામંત્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ , શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ગૌરાંગ પટેલ, કિસાન મોરચાના પ્રભારીશ્રી નરેન્દ્રભાઇ, કિસાન મોરચાના પ્રમુખ હર્ષદ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM