ગુજરાતની ધરતીના પનોતા પુત્ર, દેશનું ગૌરવ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષા અને દીર્ઘાયુ માટે મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા ‘રામધૂન’નું આયોજન કરાયું.

વાવોલ, કુડાસણ તેમજ પંચેશ્વર મંદિર, સેકટર-૫ એમ ત્રણ સ્થાનોએ મહિલા મોરચા સંગઠનના હોદ્દેદારો, મહિલા કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તા બહેનોએ ‘રામધુન’નો કાર્યક્રમ સંપન્ન કરી પીએમ માટે પ્રાર્થના કરી.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આપણી ગુજરાતની પવિત્ર ધરતીના પનોતા પુત્ર, દેશનું ગૌરવ એવા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સુરક્ષા વ્યવસ્થાને લઈને પંજાબની કોંગ્રેસ સરકારે રાજનીતિ કરી પ્રધાનમંત્રીશ્રીના જીવને જોખમમાં નાખવાનો પ્રયાસ કર્યો પણ કરોડો દેશવાસીઓના અપાર પ્રેમ અને આશીર્વાદથી પીએમ મોદી તેમાંથી સુરક્ષિત બહાર આવ્યા છે ત્યારે દેશવિરોધી તાકાતોના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને હાનિ પહોંચાડવાના તમામ ષડયંત્ર નિષ્ફળ નીવડે, ઈશ્વર તેમને સુરક્ષિત રાખે અને દીર્ઘાયુ પ્રદાન કરે તે ભાવ સાથે મહાનગર ભાજપા મહિલા મોરચા દ્વારા ૧૧ જાન્યુઆરી ૨૦૨૨, મંગળવારના રોજ શહેરમાં વાવોલ, કુડાસણ તેમજ પંચેશ્વર મંદિર, સેકટર-૫ એમ ત્રણ સ્થાનોએ ‘રામધૂન’નું આયોજન કરાયું હતું જેમાં મહાનગર ભાજપા મહિલા મોરચાના પ્રમુખ પ્રિયાબેન પટેલ, મહિલા મોરચા સંગઠનના હોદ્દેદારો, મહિલા કોર્પોરેટરશ્રીઓ, કાર્યકર્તા બહેનોએ ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ માટે પ્રાર્થના કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *