અમદાવાદ : મકરસંક્રાંતિ શુક્રવાર તા. ૧૪ મી જાન્યુઆરીએ સાંજે સાડા સાત કલાકથી ધ્ય આકાશમાં ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. આકાશમાં ચાર મિનિટ સુધી નરી આંખે જોઈ શકાશે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે તા. ૧૦ મી વહેલી સવારે અને તા. ૧ર મી સાંજે સાડા સાત કલાક પછી તુરંત ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન આકાશમાં ચળકાટ, તેજસ્વીતા સાથે લોકોએ નિહાળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા. રાજયમાં ગ્રામ્ય વિસ્તારના જાગૃતોએ આકાશમાંથી પસાર થતું સ્પેશ શટલ નિહાળી જાણવાની ઉત્સુકતા બતાવી હતી. જાથાના સદસ્યો અને શુભેચ્છકોએ સ્પેશ શટલની કામગીરી બાબતે રસપ્નદ માહિતીનું આદાન પ્નદાન કર્યું હતું. લોકોએ દૂરબીનથી આહલાદક નિહાળ્યું હતું. મકરસંક્રાંતિ શુક્રવાર તા. ૧૪ મી સાંજે સાડા સાત કલાકે દક્ષિણ–પશ્ચિમ દિશામાંથી શરૂ થઈ દક્ષિણ–પૂર્વ સાંજે ૭ કલાક ને ૩પ મિનિટે અસ્ત જયારે રાજકોટમાં ૭ કલાક ને ૩પ મિનિટ મધ્ય આકાશમાં, અમદાવાદમાં ૭ કલાક ને ૩૬ મિનિટ, વડોદરા, સુરત, હિંમતનગર, ઉપરાંત રાજયના લોકો નરી આંખે ચાર મિનિટ સુધી સ્પેશ શટલ જોઈ શકશે. પ્નકાશની તીવ્રતા માઈનસ ૩.૯ ની હોય આકાશમાં તારાની ચળકાટની જેમ જોઈ શકાશે. સ્પેશ શટલ પૃથ્વીની પ્નદક્ષિણા ડિસેમ્બર ર૦ર૧ સુધીમાં ૧,૩૧,૪૪૦ કરી ચૂકયું છે. સૂર્યપ્નકાશની હાજરીમાં જોઈ શકાતું નથી. ર૪ કલાકમાં ૧૬ વખત પૃથ્વીની પ્નદક્ષિણા કરી લે છે. સ્પેશ શટલ તેનો માર્ગ સતત બદલતો રહેતો હોવાથી એકના એક સ્થળ ઉપરથી બીજી વખત પસાર થતા ઘણો સમય લાગે છે. વધુમાં જયંત પંડયા જણાવે છે કે શુક્રવારે સ્પેશ શટલ મધ્ય આકાશમાં ચળકાટ, તેજસ્વીતા, પ્નકાશના કારણે પસાર થતી વખતે નરી આંખે જોઈ શકાય છે. સાડા ચાર લાખ કિલોગ્રામ વજનનું અવકાશ મથક પ્નતિ કલાક ર૮,૮૦૦ કિલોમીટર ઝડપે પૃથ્વીની પ્નદક્ષિણા કરી લે છે. ૪૧૯ ટન વજન ધરાવતા આઈ.એસ.એસ. માં અવકાશયાત્રીઓ ઝીરો ગે્રવીટી, વાતાવરણ નથી અને તાપમાન પણ ર૦૦ ડિગ્રીનો તફાવત છે. પૃથ્વી ઉપરથી દરરોજ સ્પેસ સેન્ટર નીકળે છે. સ્પેશ નજીક અંતરેથી આહલાક તેજસ્વીતાના કારણે જોઈ શકાય છે. સ્પેસ સેન્ટરની લંબાઈ ફુટબોલના મેદાન જેટલી છે. જાથાનો પ્નયાસ લોકોને અવકાશ તરફ નજર કરતાં થાય, તેમાં રસ લઈ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, સ્પેસ સેન્ટર નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે તેમાં રાજયના જિલ્લા અને તાલુકા મથકે જાથાના સદસ્યો માટે આયોજન ગોઠવેલ છે. જાથાના અંકલેશ ગોહિલ, નર્ભયિ જોશી, કિશોરગીરી ગોસાઈ, ગૌરાંગ કારીયા, રૂચિર કારીયા, રાજુ યાદવ સહીત શુભેચ્છકો સ્પેસ શટલ નિદર્શન માટે તૈયારી કરી રહ્યા છે.
- – આકાશમાં ચાર મિનિટ સુધી આહલાદક જોઈ શકાશે.
- – જામનગર સાંજે સાડા સાત, રાજકોટ ૭ કલાક ૩પ મિનિટ, અમદાવાદ ૭ કલાક ૩૬ મિનિટ.
- – મધ્ય આકાશમાં નરી આંખે જોઈ શકાશે.
- – રાજયના લોકોને સ્પેસ શટલ નિહાળવા વિજ્ઞાન જાથાની અપીલ.

