ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધુમપુર્વક ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે.ઉત્તરાયણપર્વના આનંદના અતિરેકમાં આવી જા લોકો સતર્કતા અને સાવધાની ભુલી જાય છે.જેના પરિણામે ભયાનક જીવલેણ દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છેઉત્તરાયણપર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓ પતંગની દોરીમાં ફસાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોય છે,કેટલાક પક્ષીઓ મ્રુત્યુ પણ પામે છે.ક્યારેક તો ઝાડમાં ફસાયેલી કે હવામાં લટકતી પતંગની દોરીમાં પક્ષીઓ ફસાઈ જતા હોય છે.ઉત્તરાયણ પર્વમાં પતંગ ચગાવનાર કે પતંગ લુંટવા દોડાદોડી કરવાના કારણે પણ જીવલેણ દુર્ઘટનાઓ બને છે.પતંગ ઉડાડનાર કે પતંગને લુંટવામાં બેદરકારીના કારણે મકાનના ધાબા-અગાસી કે છાપરાં ઉપરથી નીચે પટકાવવાના કારણે કેટલાક પતંગ રસીયાઓ ઈજાગ્રસ્ત થાય છે,જે પૈકીના કેટલાક લોકોના મોત નીપજતા હોય છે.જ્યારે પતંગની ધારદાર દોરી ગળા પર વાગવાથી નિર્દોષ લોકોના મોત નીપજવાની કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાની ઘટનાઓ બને છે.ઉપરાંત ઉત્તરાયણ પર્વમાં મારામારી કે હુમલાની ઘટનાઓ પણ બને છે.ઉત્તરાયણ પર્વ દરમિયાન ઈજાગ્રસ્ત થતા નાગરીકો,પશુઓ અને પક્ષીઓને ત્વરીત ઝડપે સારવાર મળી રહે અને તેમનો જીવ બચી જાય તે માટે ગુજરાત ઈમર્જન્શી મેનેજમેન્ટ એન્ડ રીસર્ચ ઈન્સ્ટી.108 દ્વારા 108,104 અને 1962 હેલ્પ લાઈનને એલર્ટના આદેશ આપી દેવામાં આવ્યા છે.ગુજરાત 108 ના સીઈઓ જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તરાયણપર્વ દરમિયાન પક્ષીઓ અને પશુઓ પણ ઈજાગ્રસ્ત થાય છે.પક્ષીઓ અને પશુઓને તુરત જ સારવાર મળી રહે તે માટે 1962 ની ટીમ સતત કાર્યરત રહેશે.37 કરુણા એમ્બ્યુલન્સ અને 51 જેટલા મોબાઈલ ડીસ્પેન્શરી કાર્યરત રહેશે.જે ટીમ ઈજાગ્રસ્ત પશુ પક્ષીને સારવાર માટે ખસેડશે.સારવાર માટે જુદાજુદા 14 સ્થળ પર કેમ્પનું આયોજન કરવામાં આવશે.ઉત્તરાયણપર્વ દરમિયાન પક્ષીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ના કોલમાં 1000 ઘણો વધારો થવાની દહેશત છે.કોરોના કાળમાં બંને વેવ્સ સમયે 108 દ્વારા અકલ્પનિય સેવા કાર્યો કરવામાં આવ્યા હતા.કોરોનાાના થર્ડ વેવ્સમાં પણ દર્દીઓને તાત્કાલિક સેવા મળી રહે તે માટે ટીમ દર્દીઓની સેવા માટે સમર્પિતતાના ભાવ સાથે કટિબધ્ધ બની છે.ઉત્તરાયણપર્વ દરમિયાન ઈમર્જન્શીના કેસમાં 25 ટકાનો વધારો થાય તેવી દહેશત નકારી શકાય તેમ નથી.જેના કારણે 108,104 અને 1962 હેલ્પલાઈન સહિતની ટીમને એલર્ટના આદેશ આપી દેવાયા છે.સીઈઓ જશવંત પ્રજાપતિ કહે છે કે નાગરીકોએ પણ આનંદના અતિરેકમાં આવી ન જવું,ઉત્સવની ઉજવણી દરમિયાન સંયમ અને સિસ્ત ઉપરાંત કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરવું જોઈએ.ઈલેક્ટ્રીક લાઈન(જીવંત)પર ફસાેલા પતેગને કાઢવા જતાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ શકે છે.કપાયેલા પતંગને લુંટવા દોડાદોડી ન કરવી,મારામારી ન કરવી,ધાબા કે અગાસી પર પતંગ ઉડાડતા કે લુંટવાના સમયે સલામતીનું ધ્યાન રાખવું જોઈએ અને પરિવારના નાના બાળકોને એકલા પતંગ ઉડાડવા ન મોકલો,બાળકો સતત નજર સામે જ રહે અને તેની સુરક્ષા સલામતી જાળવવી જોઈએ,ટુવ્હીલર પર ટ્રાવેલ કરતાં પહેલાં હેલ્મેટ,ગળામાં મફલર સહિતના પ્રિકોશન્સ રાખવા જરુરી છે.નાગરીકો સલામતી,સુરક્ષા અને સાવધાની રાખે તો ઘણી દુર્ઘટનાઓ બનતાં અટકી જશે.

