સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારા મંજુર થયેલ રસ્તો રૂ. ૦૮ કરોડ ૦૯ લાખના ખર્ચના રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યું.

સંસદ સભ્ય મનસુખભાઇ વસાવા દ્વારાઆજ રોજ વાલિયા તાલુકા પંચાયત કચેરી પાસે વાલિયા તાલુકા થી ઝઘડિયા તાલુકાને જોડતા માર્ગ અને મકાન વિભાગનો અંદાજીત ૧૯ કી. મી. સુધીનો મંજુર થયેલ રસ્તો રૂ. ૦૮ કરોડ ૦૯ લાખના ખર્ચના રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યું.

શૈશવ રાવ રાજપીપળા

અત્યાર સુધીમાં ભૂતકાળના શાસકોની ભારે ગેરરીતિ તથા ભ્રષ્ટાચારના કારણે આ ત્રણેય તાલુકાના તમામ રસ્તાઓ ખુબ જ ખરાબ હાલતમાં હતા, કારણ કે શાસકોનું એજન્સી તથા કોન્ટ્રાકટરોની સાથે મેળાપીપળી હોવાના કારણે અને રસ્તાઓ બનાવવા માટેનું તમામ મટીરીયલ જથ્થો જેવા કે રેતી, કપચી, કવોરી તથા મેટલ પોતાના જ મળતીયા પાસે ખરીદવા અને લેવા માટેના આગ્રહના કારણે આ ત્રણેય તાલુકાના તમામ રસ્તો ખુબ જ ખરાબ અને જર્જરિત હાલતમાં હતા, તે માફિયાગીરી તથા દાદાગીરી બંધ કરવવા અને વાલિયા, ઝઘડિયા તથા નેત્રંગ તાલુકાને અદ્યતન અને મોડલ તાલુકો બનાવવામાં આવે અને બંને તાલુકાને જોડતો રસ્તો બનાવવામાં આવે તેવી અનેક લોકોની માંગણીઓ હતી, તેને ધ્યાને આજ રોજ સદર રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યું અને સાથો સાથ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓને તથા ગામના સરપંચશ્રીઓને અપીલ કરવામાં આવી કે સમગ્ર દેશ તથા રાજ્યમાં અને તમામ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તેથી પ્રજાની સુખાકારી માટે વિકાસના અનેક પ્રાથમિક સુવિધાના કાર્યો થવા જોઈએ તથા ત્રણેય તાલુકાના તમામ રસ્તાઓ સારા અને ગુણવત્તાવાળા બને તે માટે તમામ પ્રકારે કાળજી રાખવામાં આવે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ મંજૂર થયેલા તમામ રસ્તાઓ તથા બની રહેલા રસ્તાઓનું સ્થળ નિરક્ષણ કરે અને રસ્તાઓ સારા અને ગુણવત્તાવાળા બને છે કે નહિ તે માટે તકેદારી રાખે તેવી અપીલ કરવામાં આવી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *