ભારત-ચીન સરહદે આવેલ સુલાનસીટી જિલ્લા નું તાક સિંગ ગામ ની મુલાકાતે શ્રી ઠાકોર જુગલસિંહ લોખંડવાલા( રાજ્યસભા સાંસદ ગુજરાત)

માનનીય મુખ્ય મંત્રીશ્રી પેમા ખાન્ડુજી (અરુણાચલ પ્રદેશ) , ડેપ્યુટી મુખ્ય મંત્રીશ્રી સોનવાલ મેઈનજી, શ્રી તાપીર ગાઉજી(લોકસભા સદસ્ય), શ્રી પી.ડી.સોના ( સ્પીકર ) અને અરુણાચલ પ્રદેશના કેબિનેટ મંત્રીશ્રીઓ સાથે મળી ને “સુબાનસિરી જીલ્લા નું “ટાકસિંગ ગામ” ની મુલાકાત લીધી જે ભારત અને ચીનની સરહદ પર આવેલું છે અને તે વાસ્તવિક નિયંત્રણ રેખાની ખૂબ નજીક આવેલું છે, આ વિસ્તારમાં આપણા સૈના ના જવાનો અને ગામના લોકો જે રીતે ભારત માતાની રક્ષા કરી રહ્યા છે તે શબ્દોમા કહેવું ઘણું અઘરું છે, તો પણ મારા અનુભવને આપસૌ ને જણાવું છું… અહીં તાપમાન માઈનસ ડિગ્રી ની આસપાસ રહે છે, ગમે ત્યારે બરફ વરસા તથા ભારે વરસાદ પડે છે અને ડુંગરાળ વિસ્તાર હોવાને કારણે રોજગારનું કોઈ સાધન નથી , પરંતુ ભારત સરકારે જીવન જરૂરિયાતની નાની મોટી વસ્તુઓ તથા રહેવા માટે ની વ્યવસ્થા કરી છે, તો પણ અહિં હજુ પણ રહેવું ખૂબ જ મુશ્કેલ અને કઠીન છે તેથી હું સૈના ના જવાનો ને તથા ત્યાંના ગામ લોકો ને દિલથી સલામ અને વંદન કરું છું. જય હિંદ, વંદે માતરમ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *