”રાષ્ટ્રીય વિજ્ઞાન દિન અંતર્ગત રાજયકક્ષાની નિબંધ સ્પર્ધા”

પ્નાથમિકથી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાજયકક્ષાની નિંબધ સ્પર્ધા

– અભ્યાસનો દાખલો રાખી નિબંધ ર૮ મી સુધીમાં મોકલવાનો રહેશે.
– વિજેતાઓને આકર્ષક ઈનામો અપાશે.
– વિજ્ઞાન જાથાના સૌજન્યથી અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન થશે.
અમદાવાદ : ભારત સરકાર દ્વારા દર વષ્ર્ો ર૮ મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર અને રાજય સરકારોના વિજ્ઞાન પ્નૌદ્યોગિકી વિભાગ દ્વારા અનેકવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે. તે અંતર્ગત ભારત જન વિજ્ઞાન જાથાની રાજય અને પ્નાદેશિક કચેરી ઉપક્રમે રાજયકક્ષાની નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ધો. ૬ પ્નાથમિકથી કોલેજ–અનુસ્નાતકની વિવિધ વિદ્યા શાખાઓના વર્ષ ર૦રર માં અભ્યાસ કરતાં છાત્ર–છાત્રાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. વિજેતાઓને આકર્ષક ઈનામો, સન્માન કરવામાં આવશે. રાજયના તમામ જિલ્લાઓ, તાલુકાઓને આવરી લઈ વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવશે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતના વૈજ્ઞાનિકો અને તેની માનવ ઉપયોગી શોધોથી લોકો માહિતગાર થાય તે માટે અભિયાન આદર્યું છે. જાથાની સ્પષ્ટ વિચારધારાના કારણે દેશમાં લોકપ્નિય છે. દેશની પ્નગતિનો આધાર વૈજ્ઞાનિક અભિગમ– દ્રષ્ટિકોણથી માનવનું કલ્યાણ થવાનું છે. લોકો ડગલે ને પગલે તર્ક–સંશયને પ્નાધાન્ય આપે તે જરૂરી છે. વિજ્ઞાન શિક્ષણ સાથે અંધશ્રદ્ધાને દેશવટો આપવો તે જાથાનું કર્તવ્ય છે.
પ્નાથમિક વિભાગ : (૧) મારો પ્નિય વૈજ્ઞાનિક (ર) શિક્ષણનું મહત્વ (૩) સફળતાના સોનેરી સુત્રો (૪) ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ (પ) સ્વચ્છતા–પર્યાવરણની જાળવણી.
માધ્યમિક વિભાગ : (૧) શિક્ષણનું મહત્વ (ર) ડૉ. સી. વી. રામનની જીવન પદ્ધતિ સાથે શોધ (૩) આધુનિક જીવનમાં વિજ્ઞાનનું મહત્વ (૪) ભારતીય બંધારણ અને તેની વિશેષતાઓ (પ) વ્યક્તિના વિકાસમાં કુટુંબનો ફાળો (૬) શું ગ્રહોની માનવ જીવન ઉપર અસર શકય છે ?
કોલેજ–અનુસ્નાતક કક્ષા : (૧) અંધશ્રધ્ધા નિર્મૂલન અને વૈજ્ઞાનિક વિચારધારા (ર) બાળ અપરાધ એક સામાજિક સમસ્યા (૩) શ્રધ્ધા અને અંધશ્રધ્ધા પાતળી ભેદરેખામાં મારો વિચાર (૪) સ્વસ્થ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા (પ) સોશ્યલ મિડિયાની સમાજ જીવન ઉપર અસરો (૬) ભારતીય બંધારણ અને તેની વિશેષતાઓ. કોઈપણ એક વિષય ઉપર ગુજરાતી, હિન્દી, અંગે્રજીમાં સ્વહસ્તાક્ષર, કોમ્પ્યુટર ટાઈપ કરી, પ્નાથમિક વિભાગમાં ૧પ૦૦ શબ્દો, માધ્યમિક– કોલેજ કક્ષામાં ૩૦૦૦ શબ્દોની મર્યાદામાં અને અભ્યાસનું બોનાફાઈડ સર્ટીફીકેટ સાથે રાખી, પોસ્ટ કે કુરિયર સર્વિસથી તા. ર૮ મી ફેબ્રુઆરી સુધીમાં મળી જાય તે રીતે મોકલવાનું રહેશે. ઈનામ સમારંભમાં સ્વખર્ચે આવવાનું રહેશે. નિર્ણાયક સમિતિના વડા ડૉ. ઈરોસ વાઝા ચેરમેન, બોર્ડ ઓફ સ્ટડીઝ ઈન ઈગ્લીશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ રહેશે. નિર્ણાયકો નર્ણયિ આખરી, અબાધિત રહેશે.
રાજયમાં ર૮ મી એ વિજ્ઞાન દિનની અનેકવિધ કાર્યક્રમોની ઉજવણી જાથા અને તેના શુભેચ્છકોની મદદથી વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો જિલ્લા–તાલુકામાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, વ્યારા, દાહોદ, લુણાવાડા, હિંમતનગર, કચ્છ–ભુજ, અરવલ્લી મોડાસા, ગીર સોમનાથ, વેરાવળ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા ખંભાળીયા, પોરબંદર, પંચમહાલ, રાજપીપળા અને શાખાઓની મદદથી લોકચળવળ ઉભી કરવામાં આવશે.
જાથાના અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નાથાભાઈ પીપળીયા, કિશોરગીરી ગોસાઈ, તરૂણ નિમાવત, અમીયલ બાદી, નર્મળિ મેત્રા, વિનુભાઈ ઉપાધ્યાય, મનસુખ મૂર્તિકાર, નયન કોઠારી, ભાવેશ જાદવ, હબીબ સુમરા, કાર્તિક ભટ્ટ, ભાવનાબેન વાઘેલા એડવોકેટ, હર્ષાબેન પંડયા એડવોકેટ, અફસાના, ભક્તિ રાજગોર, ગુલાબસિંહ ચૌહાણ, સહિત સ્થાનિક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM