
પ્રદેશબ ભાજપા સહ પ્રવક્તાશ્રી હિતેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી ‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’ સંદર્ભે સંબોધન કર્યું.

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમનજી દ્વારા સંસદમાં ‘આત્મનિર્ભર ભારત’ની સંકલ્પના ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ સંદર્ભે ૧૩ ફેબ્રુઆરીના રોજ મહાનગર ભાજપા દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સેક્ટર ૨૨ ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’નું આયોજન કરાયું હતું જેમાં પ્રદેશ ભાજપાના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઈ પટેલ મુખ્ય વક્તા તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રબુદ્ધ નાગરિક સંમેલનના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રદેશ ભાજપાના સહ પ્રવકતાશ્રી હિતેન્દ્રભાઈ પટેલે કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩ અંતર્ગત ‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’ સંદર્ભે સંબોધન કર્યુ હતું. તેમણે સંસદમાં ‘મોદી સરકાર’ દ્વારા દેશના વિકાસની ગતિને વધારવા, આત્મનિર્ભર ભારતની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં દ્રઢતા સાથે આગળ વધવા માટે
રજૂ કરાયેલા પ્રજાલક્ષી બજેટ અંગે ઉપસ્થિત સૌને વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. આજે દેશમાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર થી લઈને સરહદી અને આંતરિક સુરક્ષા સુધી તમામ ક્ષેત્રે નોંધપાત્ર કાર્યો કરવામાં આવ્યું છે. દેશમાં થઈ રહેલા સકારાત્મક પરિવર્તન દેશની જનતાએ પ્રત્યક્ષ રૂપથી અનુભવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશ આજે વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. પીએમ મોદીજી પ્રત્યેનો દેશવાસીઓનો વિશ્વાસ દિવસે દિવસે વધુ દ્રઢ બની રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોનાકાળમાં પણ વૈશ્વિક સ્તરે ભારત સરકારની કામગીરીને બિરદાવાઈ છે. બજેટમાં સમવાયેલા વિવિધ બિંદુઓ અંગે શ્રી હિતેન્દ્રભાઈ પટેલે વિસ્તૃત છણાવટ કરી હતી.
મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત અગ્રણીશ્રીઓ, પ્રબુદ્ધ નાગરિકો,સંગઠનના હોદ્દેદારશ્રીઓને આવકાર્યા હતા અને દેશને વિશ્વગુરુના સ્થાને બિરાજમાન કરવા સતત કાર્યશીલ, દેશવિદેશમાં ભારતની આગવી છાપ ઉજાગર કરનાર, હંમેશા નેશન ફર્સ્ટની ભાવના સાથે છેલ્લા ૭ વર્ષથી દેશસેવામાં અવિરત કાર્યરત એવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ રજૂ કરાયેલા પ્રજાલક્ષી બજેટને આવકાર્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, ડૅ. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે.કમિટી ચેરમેન જસવંતભાઈ પટેલ, મહાનગરના મહામંત્રીશ્રી ગૌરાંગભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, પ્રબુદ્ધ નાગરિકો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
