



ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, તારીખ ૧૩/૦૨/૨૦૨૨, રવિવારના રોજ ગાંધીનગર મહાનગર ભાજપા સોશિયલ મીડિયા અને આઇ.ટી. વિભાગની ટિફિન બેઠક મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનરશ્રી મનનભાઈ દાણીની વિશેષ ઉપસ્થિતિમાં ભૈરવનાથ પાર્ટી પ્લોટ, રાયસણ યોજાઈ ગઈ હતી.
આજની આ બેઠકમાં આગામી સમયમાં સોશિયલ મીડિયા અને વિવિધ ડિજિટલ પ્લેટફોર્મના ઉપયોગ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા કાર્યરત જનકલ્યાણની વિવિધ યોજનાઓ સહિત મહત્વના નિર્ણયો તેમજ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ થઈ રહેલી સંગઠનની કામગીરીને વધુ ને વધુ અસરકારકતા જનતા સુધી પહોંચતી કરવા અંગે મહાનગર ભાજપા પ્રમુખશ્રી ઋચિર ભટ્ટ તેમજ પ્રદેશ સોશિયલ મીડિયાના સહ કન્વીનરશ્રી મનનભાઈ દાણીએ બેઠકમાં ઉપસ્થિત મહાનગર સોશિયલ મીડિયા વિભાગના કન્વીનર વિશાલ રામાનુજ સહિત ઉપસ્થિત સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ટીમને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું તેમજ સાથે બેસીને સૌએ બપોરનું ભોજન લીધું હતું.
