“સરકારની નેમ છે ગામડાં સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ”- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય

“જનભાગીદારી થી લોક કલ્યાણના કાર્યો સરકારે આરંભ્યા છે.”- પુર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહિર

કચ્છ જીલ્લો ગ્રામ્ય સ્તરે ૧૦૦% ઘર ઘર નળ જોડાણ ધરાવતો ૧૨મો જીલ્લો જાહેર કરાયો

” કચ્છ પાણીદાર બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ કહે છે એમ પાણી એ પારસ છે. પાણીને બચાવી તેનો સદુપયોગ કરવો જોઈએ. આજે કચ્છ જિલ્લાને ગ્રામ્યસ્તરે ૧૦૦% ઘર ઘર નળ જોડાણ હર ઘર જલ ધરાવતો રાજ્યનો ૧૨ મો જિલ્લો જાહેર કરતા આનંદ થાય છે” એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું .
ભુજ ટાઉનહોલ ખાતે આજે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા વાસ્મો દ્વારા આયોજિત કચ્છ જિલ્લાને હર ઘર જલ મિશન હેઠળ રાજ્યનો બારમો જિલ્લો જાહેર કરવાના પ્રસંગે અધ્યક્ષાશ્રી જણાવ્યું હતું કે, “કચ્છીઓની જેમ હવે કચ્છ પણ પાણીની સગવડના પગલે પાણીદાર બની રહ્યું છે.”
અધ્યક્ષાશ્રી એ વધુમાં જણાવ્યું હતું કે,” વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ જલ જીવન મિશન હેઠળ દેશના તમામ ઘરે ઘર-ઘર નળ જોડાણની જાહેરાત કરી હતી જેના પગલે રાજ્ય તેમની ઘોષણાને આબાદજીલી આજે આપણો કચ્છ જિલ્લો હર ઘર જળ તરીકે જાહેર થયો છે. બે વર્ષમાં વાસ્મો દ્વારા જિલ્લામાં રૂ. ૩૦ કરોડ ૩૫ લાખની અંદાજિત કિંમતની કુલ ૧૯૭ યોજનાઓ અમલી કરાયેલ જેના દ્વારા ૧૯૯૬૩ ઘરો નળ જોડાણથી આવરી લેવાયા છે.
આ તકે અધ્યક્ષાશ્રી ૧૦ તાલુકાના ૮૮૧ ગામોમાં તમામ ૪૦૨૫૬૫ ઘરોમાં ૧૦૦% નળ જોડાણ કામગીરી પૂર્ણ કરવા માટે જોડાયેલા તમામને અભિનંદન પાઠવ્યા હતા સરકારની દરેક યોજના જનકલ્યાણની છે. સરકારની નેમ છે ગામડા સમ્રુદ્ધ તો દેશ સમ્રુદ્ધ અને ગામડાંઓને શહેર જેવી સુવિધાઓ આપી સમૃદ્ધ બનાવી શકાય છે. જે પાણી મળે છે તેનો પૂરેપૂરો સદુપયોગ કરતી પાણી સમિતિની બહેનો સ્ત્રીસશક્તિકરણથી નવા ચૂંટાયેલા સરપંચને પણ પાણી માટે કામ કરવા અધ્યક્ષાશ્રીએ જણાવ્યું હતું.
તેમણે દરેક ગામોની પાણી સમિતિને આ તકે બિરદાવી હતી તેમજ નવા ચૂંટાયેલા સરપંચ ગ્રામ્ય જનોને પાણી બચાવવા અનુરોધ કર્યો હતો અધ્યક્ષશ્રી આ તકે વિવિધ પાણી યોજનાઓ વિષે પણ વિગતે માહિતી પૂરી પાડી હતી.
પૂર્વ રાજ્ય મંત્રીશ્રી અને અંજારના ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ તકે જણાવ્યું હતું કે, ” વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર જલના અભિયાન હેઠળ જન ભાગીદારીનો પ્રચંડ સાથ મળવા લાગ્યો છે. આપણા ગામ માટે આપણે પાણી માટે કામ કરીએ છીએ તે સૌ જાણે છે. વરસો પૂર્વ પાણીની મરમ્મત માટે પણ અગવડો પડી હતી આજે જિલ્લામાં રૂ. ૬૫૨ કરોડની પાણી પુરવઠા સુધારણા યોજના મંજૂર કરી છે. પ્રજાવત્સલ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ અને આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ પાણીનું ઉત્તમ કામ થઇ રહ્યું છે.
અંજારના ૬૩ ગામોમાં રૂ. ૪૨ કરોડ પાણી યોજના હેઠળ મંજૂર કર્યા છે. આજે પાણીની ફરિયાદ આવતી નથી અને હવે તો પાણી વિભાગ સત્વરે સમસ્યા ઉકલે છે.
પાણી માટે સરકાર અનેક ઉપાય કરે છે નર્મદા માટે રૂ. ૩૭૭૫ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે છતાં પણ પાણીનો બચાવ કરી બગડેલા પાણીને શુદ્ધ કરીએ વાસ્મોની યોજનઓનો ઉપયોગ કરી ગામડાના ૧૦% લોકો ફાળવી ૯૦% સરકારી ફાળોથી યોજનાઓ લાભ લો કચ્છના લગભગ ગામડામાં વાસ્મો દ્વારા ઊંચી પાણીની ટાંકીની નિર્માણ ઉભી કરાઈ છે. એટલા માટે જ ભાગીદારીથી લોક કલ્યાણના કાર્યો સરકારે આરંભ્યા છે. નરેન્દ્રભાઈ મોદીએ આવનાર ૨૫ વર્ષમાં અન્ય તકલીફો ના પડે તે માટે નર્મદાના પાણી, ડિસેલિનેશન પ્લાન્ટ થી ૪૫૦ કિ.મી. લાંબા કચ્છના દરિયા કિનારાના પાણીનો સદુપયોગ કરી પાણી પ્રજા માટે શુદ્ધ કરાશે. પાણી પુરવઠા બોર્ડમાં નિયમિત વેરા ભરો, પાણી બચાવો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા એ જણાવ્યું હતું કે, ” ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના ‘હર ઘર જલ’ ૧૦૦% ઘર ઘર નળ જોડાણ ધરાવતા કચ્છ જિલ્લાના ગ્રામ્ય સ્તરે જાહેર કરવાનો આ અવસર છે ઐતિહાસિક સિદ્ધિ છે. વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ અને વિષમ ભૌગોલિક સ્થિતી વાળો જિલ્લો રાજ્યમાં ૧૦૦% નળ થી જળ હર ઘર જલ હેઠળ જિલ્લામાં ગ્રામ્ય સ્તરે ૧૨માં જિલ્લા તરીકે જાહેર થયો છે તેમાં સૌની મહેનત અને આયોજન છે. હર ઘર જલના પગલે ગ્રામ્ય સ્તરે પણ પાણીની સુવિધા સંપૂર્ણ થઈ રહી છે જિલ્લાના ૮૮૧ વસવાટી ગામોમાં ૪૦૨૫૬૫ ઘરો પૈકી ૩૮૨૬૦૨ ઘરોના નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ છે.
ગુજરાત પાણી પુરવઠા વોર્ડ-૪ ના મુખ્ય ઇજનેર શ્રી પી.એમ. નાગરે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, “વરસાદનું ઓછું પ્રમાણ પીવાના પાણીના સિમિત સ્ત્રોતના પગલે સરકારે કચ્છ જિલ્લાને પાણી પૂરું પાડવાની અને ઘર સુધી વિવિધ યોજનાઓથી ઘર સુધી ૮૭૪ ગામો અને શહેરની વિવિધ યોજનાઓ હેઠળ જોડ્યા છે. કચ્છમાં ઘરદીઠ અંદાજિત રૂ. ૬૫૦ કરોડની ૯ યોજના કાર્યન્વિત છે ૨૦ જૂની યોજનાઓ પૂર્ણ થવાના આરે છે.”
આ તમામ યોજનાઓ પૈકી દુર્ગમ વિસ્તારોમાં પાણી પહોંચાડવાની યોજનાઓ કરાઈ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. ના માર્ગદર્શન હેઠળ ગ્રામ વિસ્તારની આંતરિક પાણી વ્યવસ્થાની કામગીરી સરાહનીય છે.
સ્વાગત પ્રવચનમાં વાસ્મો યુનિટના મેનેજર કાર્યપાલક ઇજનેરશ્રી જે. એલ. ચૌહાણે જણાવ્યું હતું, કે” જલ જીવન મિશન હેઠળ જળ કામગીરીને વધાવવાના અવસરે સૌનો સાથ સૌનો વિકાસ મંત્રના આર્ષદષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ લોકભાગીદારીથી વાસ્મો એકમની સ્થાપના કરેલ વડાપ્રધાનશ્રીએ કચ્છમાં કરેલ કામગીરીને વખાણી છે. વર્ષ ૨૦૨૪ સુધી પ્રત્યેક ઘરમાં નળ થી જળ મળવાના સંકલ્પના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ગ્રામ્યસ્તરે ૧૦૦% ટકા જલ એ નળ સિદ્ધ થવાના કાર્યક્રમે હું આનંદ અનુભવું છું.
આ તકે મંચસ્થ મહાનુભાવોએ વાસ્મો દ્વારા આંતરિક પાણી વિતરણ યોજના સંભાળતી ગામ પાણી સમિતિઓને મરામત અને નિભાવણી આર્થિક સહાય પૈકી ચેક અપાયા હતા. જે પૈકી માંડવી તાલુકાના ગઢડા ગામની પાણી સમિતિને રૂપિયા ૩૧.૭૯ લાખ, અબડાસા તાલુકાના મોથાળા ગામની પાણી સમિતિને રૂપિયા ૯.૬૨ લાખ, અંજાર તાલુકાના ટપ્પર ગામની પાણી સમિતિને રૂ. ૩.૨૬ લાખના ચેક અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત વાસ્મો પુરસ્કાર પાણી વિતરણ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર ગામની પાણી સમિતિને વાસ્મો દ્વારા પ્રત્યેકને રૂ. ૫૦ હજારનો પુરસ્કાર અર્પણ કર્યો હતો. જેમાં અંજાર તાલુકાના મોડવદર ગામની પાણી સમિતિને, લખપત તાલુકાની નારાયણ સરોવર ગામની પાણી સમિતિ, નખત્રાણા તાલુકાની સાયરા ગામની પાણી સમિતિને સન્માનિત કરવામાં આવી હતી.
વાસ્મો જીલ્લા કો. ઓડિનેટરશ્રી ડિમ્પલબેન શાહ કાર્યક્રમની આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજના નગરપતિશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, ભુજ પ્રાંતશ્રી ડો. મેહુલભાઈ બરાસરા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશભાઇ મોડાસીયા, નાકાઈ. ડી.જી.રામાનુજન, નાકાઈ. ભૂમિ રાવલ, હાર્દિક ભાઈ ધોળકિયા ગામની પાણી સમિતિના આગેવાનો, ગામસરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM