
સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ દ્વારા ચાર વર્ષ સુધી વૃક્ષો માવજતથી ઉછેરાશે


ગ્રીન ગુજરાત બનાવવાના સંકલ્પથી ૧૫ લાખ વૃક્ષો રોપી ચુકેલા સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટ દ્વારા ભુજ નગરમાં ૮૦ હજાર વૃક્ષો વિનામુલ્યે ચાર વર્ષ સુધી ઉછેરવાના નિર્ધાર સાથે ભુજ નગરપાલિકામાં વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો. નીમાબેન આચાર્ય વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા. અધ્યક્ષીય પ્રવચનમાં ડો. નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, ” સદભાવના વૃધ્ધાશ્રમ ટ્રસ્ટને અભિવંદન પાઠવી તેના સત્કાર્યની સુવાસથી ભુજ મહેકશે. ચુંટાએલા જનપ્રતિનિધિ લોકોની માગણીને આધારે સિસ્ટમ સાથે ગ્રાન્ટથી વિકાસ કામો કરે છે. નગરપતિશ્રી ઘનશ્યામભાઇ વિકાસકામોના મિશન હકારાત્મકથી પુર્ણ કરાવે છે. સદભાવના ટીમ ત્રણ વર્ષના ઝાડ કરી આપશે. વૃક્ષારોપણ થી વૃક્ષાઉછેરનું આ અદભુતકાર્ય છે તેમાં આપણે સહયોગ કરીશું. સદભાવના ટ્રસ્ટ વૃક્ષપાલનનું સરાહનીય કાર્ય કરે છે. ટુરિસ્ટ પ્લેસમાં વૃક્ષો વધુ હોય, ઘટાટોપ ગ્રીનરી ભુજમાં થાય તે મારૂ સ્વપ્ન સાકાર થશે ભુજમાં ૧ લાખ વૃક્ષો ઉછેરવાના મારા સ્વપ્નને સદભાવના સાકાર કરશે. ભુજ નગરપતિશ્રી ઘનશ્યામભાઇ ઠક્કરે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતુ કે, ” વૃક્ષારોપણના કાર્યક્રમ થી ગ્રીનભુજ સાકાર કરવા સદભાવના ચાર વર્ષ સુધી યોગદાન આપશે આપણે તેમને સહયોગ આપીએ પર્યાવરણનું જતન કરીએ. સદભાવના વૃધ્ધાશ્રમ રાજકોટના પ્રમુખશ્રી વિજય ડોબરીયાએ જણાવ્યું હતુ કે, “૫-૬-૨૦૧૪થી સદભાવના વૃક્ષાશ્રમ રાજકોટે ૧૫ લાખ વૃક્ષો વાવ્યા છે. દસ વર્ષમાં રાજ્યને ગ્રીન સ્ટેટ કરવાનું છે. જામનગર, મોરબી, રાજકોટ બાદ નગરપતિ અને અધ્યક્ષાશ્રીના માર્ગદર્શનમાં બે માસમાં ભુજમાં ૫૦ હજાર વૃક્ષો રોપીશું. એક વૃક્ષ પાછળ રૂ. ૨૫૦૦ સ્પોન્સરર આપે છે. આ તકે અધ્યાક્ષાશ્રીએ વૃક્ષારોપણ કામગીરી સભાળનાર શ્રી અંકુરભાઇ પટેલનું શાલ ઓઢાડી સન્માન કરીયું હતું. આ તકે સદભાવના સંસ્થાના ઉપપ્રમુખશ્રી રાજેશભાઇ રૂપાપરા, અગ્રણી ઉપેન્દ્ર ઉપાધ્યાય, અશોકભાઇ પટેલ, નગરસેવક મહિપતસિંહ જાડેજા, ભુજ ચીફ ઓફિસરશ્રી જીગરભાઇ પટેલ, સીવીલ સર્જનશ્રી ડો. કશ્યપ બુચ, નગર સેવક સર્વશ્રી કમલભાઇ ગઢવી, સ્વાતીબેન જાટ, રશ્મીબેન સોલંકી, ગોદાવરીબેન ઠક્કર, રસીલાબેન પંડ્યા, જયંતભાઇ લીંબાચીયા અને ભુજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
