

તા. ૧૯/૨/૨૦૨૨, શનિવાર નાં શ્રીહિતેશભાઈ હિંમતલાલ ખંડોર સંયોજક: (ગુજરાત પ્રદેશ ભાજપા સહયોગ, આપતિ રાહત અને સેવાઓ વિભાગ) નાં માર્ગદર્શન તેમજ પ્રેરણાથી અતિ મહત્વની ભારત સરકાર ની વિવિધ યોજનાઓ નાં બે દિવસ મેગા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત આયુષમાન ભારત કાર્ડ, હેલ્થ કાર્ડ, ગુજરાત સરકારની ઈ.શ્રમ કાર્ડ, યોજનામાં શ્રી મારૂ કંસારા સોની સમાજ માધાપર નાં સહયોગથી સમાજવાડી મધ્યે કચ્છ જીલ્લા પંચાયતનાં અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા તેમજ ભુજ તાલુકા ભાજપ મહામંત્રી દિનેશભાઈ ઠક્કર, તાલુકા પંચાયત સદસ્ય લક્ષ્મીબેન જરૂ, પ્રવીણાબેન રાઠોડ, માધાપર જુનાવાસ નાં સરપંચ તથા ઉપસરપંચશ્રી દાદુભા જે ચૌહાણ,પૂર્વ ઉપસરપંચ કલુભા વાઘેલા, ગંગાબેનમહેશ્વરી સરપંચશ્રી, વાજીદ સમા. નારણભાઈ મહેશ્વરી, તેમજ વિવિધ સમાજ નાં આગેવાનો મુકેશભાઈ વાઘેલા,હર્ષદભાઈઠક્કર,રાણાભાઇ ડાંગર, ભાવેશભાઈ ગઢવી, ફતેહદાન ગઢવી, દિલીપભાઈ ભીન્ડે, મહેન્દ્રભાઈ વરુ, સોની સમાજનાં પ્રમુખ શ્રીરામજીભાઈ સોની, પૂર્વ પ્રમુખ વસંતભાઈ સોની, બીપીનભાઈ સોની, નિલેષભાઈ સોની, સુનીલભાઈ સોની, વેલજીભાઈ સોની, સંજયભાઈ સોની, હસમુખભાઈ, સોની ની વિશેષ ઉપસ્થીતી રહી હતા મહેમાનનું સાલ ઓઢાડી ને સન્માન કરવા માં આવ્યું હતું. શ્રીમતી પારૂલબેન કારાએ તેમના વકતવ્યમાં જણાવે કે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ છેવાડા માનવી સુધી પહોંચાડવાના આ ભગીરથ કાર્ય બદલ શ્રી હિતેશભાઈ ખંડોર તથા મારૂ કંસારા સોની સમાજના આગેવાનો તથા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.મેગા કેમ્પના પ્રથમ દિવસે જ ૧૨૭ જેટલા પરિવારોએ આ યોજનાઓ લાભ લીધેલ હતો. હિતેશભાઈ ખંડોર દ્વારા કે ભુજ વિસ્તાર નાં વધુ માં વધુ સરકારશ્રીની વિવિધ યોજના ની માહિતી તેમજ લાભ પોચે એ માટે ભુજ વિસ્તારનાં વિવિધ સમાજો તથા આ સાથે લઇ ને સાથે રાખી અને આવા કેમ્પનું આયોજન કરવામાં આવશે.જણાવવામાં આવેલ હતું કાર્યક્રમ નું સંચાલન મયુરભાઈ જોષી દ્વારા કરવામાં આવેલ હતું.
