અરવલ્લી જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાની કામગીરી અંગેની સમીક્ષા બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઇ

ગરીબ કલ્યાણ મેળાની કામગીરી અંગેની સમીક્ષા અંગેની જિલ્લા કલેકટર ડૉ.નરેન્દ્ર કુમાર મીનાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આગામી ૨૪,૨૫,૨૬ ફેબ્રુઆરીએ સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે.અરવલ્લી જિલ્લામાં આગામી ૨૪ ફેબ્રુઆરીએ એન્જીનીયરીગ કોલેજ ,મોડાસા ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાશે.રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થી સુધી પહોંચે તે સરકારનો અભિગમ રહ્યો છે.રાજ્યમાં ગરિબ વ્યક્તિ પોતાનુ જીવન ગરિમા પુર્ણ જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે ગરીબ કલ્યાણ મેળાનુ આયોજન કરવામાં આવે છે. બેઠક્માં ગરીબ કલ્યાણ મેળામાં છેવાડાના ગરીબ વ્યક્તિને તેનો લાભ મળી રહે તે માટે ખાસ આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના વિભાગો જેવા કે જિલ્લા ગ્રામવિકાસ એજન્સી,ખેતીવાડી , જિલ્લા ઉધોગ ,માર્ગ અને મકાન, આરોગ્ય વિભાગ,પશુપાલન વિભાગ અને સમાજકલ્યાણ વગેરેને ગરીબ કલ્યાણ મેળા વિષયક વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી. ગરીબ કલ્યાણ મેળામાં જરૂરિયાતમંદ લાભાર્થીઓને અગ્રતા આપી એક મંચ પરથી વિવિધ યોજનાકીય સાધન સહાયથી લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવશે. દરેક અમલીકરણ અધિકારીઓ એ ખાસ રસ લઈ પોતાના વિભાગની યોજનાઓના લાભાર્થીઓ ની યાદી તૈયાર કરી આ મેળા થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારી સહાય મળી રહે તે જોવા કલેક્ટરશ્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.ડી. પરમાર , ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દાવેરા , જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શ્રી માળી, મોડાસા પ્રાંત અધિકારી પરમાર, મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *