ભય, અંધશ્રદ્ધાના કેન્દ્રમાં અજ્ઞાનતા… વિજ્ઞાન જાથા

મોટા વડાળામાં જાથાનો ૯૯૯૮ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન

  • – રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવણી અંતર્ગત શિઘ્ર ચિત્ર, નિબંધ સ્પર્ધા યોજાઈ.
  • – માનસિક ગુલામીમાંથી બહાર આવવા જાથાની અપીલ.
  • – ચમત્કારિક પ્નયોગોનું નિદર્શન કરી શીખડાવી દેવામાં આવ્યા.
  • – વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણથી દેશ પ્નગતિ કરશે… જયંત પંડયા.
  • – સ્પંદન વિદ્યાલયમાં છાત્ર–છાત્રાઓ, વાલીને જ્ઞાન–વિજ્ઞાનનું સ્નાન કરાવ્યું.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં સ્પંદન વિદ્યાલયમાં છાત્ર–છાત્રાઓ, વાલી, જાગૃતોમાં અંધશ્રદ્ધા નિવારાણાર્થે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. જેમાં ભય, અંધવિશ્વાસના કેન્દ્રમાં અજ્ઞાનતા, માનસિક ગુલામીમાંથી બહાર આવવા, તર્કને પ્નાધાન્ય આપવું, વિજ્ઞાન અભિગમ દ્રષ્ટિકોણથી રાષ્ટ્રની પ્નગતિ થશે તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જાથાનો ૯૯૯૮ મો જનજાગૃતિ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
કાર્યક્રમનું વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉદ્દઘાટનમાં ગામના આગેવાનો નિકુંજ કોટડીયા, રાજેશભાઈ સોજીત્રા, ભીખાભાઈ વસોયા, જમનભાઈ કોટડીયા, તુલશીભાઈ મેનપરા, રણછોડભાઈ તારપરા, હસમુખભાઈ કોટડીયા, અશ્વિનભાઈ મેનપરા, વિપુલભાઈ ડોબરીયા, શાળાના પ્નમુખ રમેશભાઈ મેનપરા, આચાર્ય કૌશિકભાઈ મેનપરાની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
સાહિત્યકાર ભીખાભાઈ વસોયાએ જાથાની પ્નવૃત્તિની ભારોભાર પ્નશંસા કરી અંધશ્રદ્ધામાંથી બહાર આવવાના પોતાના વિચારો રજૂ કર્યા હતા.


શાળા ટ્રસ્ટના પ્નમુખ રમેશભાઈ મેનપરાએ વિદ્યાર્થી, વાલીને ચમત્કાર પાછળના રહસ્યોની જાણકારી માનવી માટે લાભપ્નદ છે. શાળામાં કરવામાં આવતી પ્નવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો.
શાળાના આચાર્ય કૌશિકભાઈ મેનપરાએ મહેમાનોનું સ્વાગત કરી વિજ્ઞાન દિન ઉજવણી અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવા બદલ જાથાનો આભાર માન્યો હતો. નવા વર્ષથી વિજ્ઞાન–ટેકનોલોજી શિક્ષણ તેના તબક્કાવાર અમલની જાહેરાત કરી હતી.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સ્પંદન વિદ્યાલયના સ્પર્ધાના સ્પર્ધકો, વાલીને અભિનંદન આપતા જણાવ્યું કે દેશની પ્નગતિનો આધાર વિજ્ઞાન અભિગમ–દ્રષ્ટિકોણ ઉપર હોય છે. વૈજ્ઞાનિક મિજાજ કેળવવાની જવાબદારી રાજય–કેન્દ્ર સરકારની છે. સંવિધાનમાં વૈજ્ઞાનિક લોકચળવળ માટે ભાર મુકવામાં આવ્યો છે. કોઈપણ સરકાર હોય તેના અંધવિશ્વાસ પ્નેરક કાર્યક્રમો પ્નજા માટે અવરોધરૂપ સાથે ઘાતક નિવડે છે. જરીપુરાણા, જુના વિચારો છોડવા જોઈએ. વર્તમાન યુગને અનુસરવું જોઈએ. માનવી ડગલે ને પગલે વિજ્ઞાનનો ઉપભોગ કરે છે ત્યારે અંધવિશ્વાસ, ગેરમાન્યતાને તિલાંજલિ આપવી જોઈએ. ભય, અંધશ્રદ્ધાના કેન્દ્રમાં અજ્ઞાનતા છે. લોકોએ માનસિક ગુલામીમાંથી બહાર આવવું જોઈએ. નવાંગતુક વિચારોને પ્નાધાન્ય આપવું જોઈએ. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી અભ્યાસક્રમ બનાવવા જોઈએ. વિમાનમાં બેસવું છે સાથે ગાડા બળદ યુગની વાતોનો પ્નચાર હાસ્યાસ્પદ છે. જનસમાજ, વાલીએ અનુભવે સત્યનો માર્ગ અપનાવાથી પ્નગતિ થશે. જાથા દેશભરમાં લોકપ્નિયના કારણમાં વાસ્તવિકતામાં માને છે.
વધુમાં જયંત પંડયાએ જણાવ્યું કે ભારત સરકારના વિજ્ઞાન પ્નૌદ્યોગિકી વિભાગ દ્વારા તા. ર૮ મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી થાય છે તેના પ્નયાસમાં લોકમાનસમાં વિજ્ઞાન ઘડતરની વાતો છે. ડૉ. સી. વી. રામનની ‘રામન શોધ’ અને ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધીઓની યાદ અપાવી હતી. રાજય–કેન્દ્ર સરકારના વિજ્ઞાન કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. વિજ્ઞાન અને ધર્મની પાયાની હકિકત, વિચારો, ઉદ્દભવ સ્થાન અલગ અલગ છે. વિજ્ઞાનની જ્ઞાન આધારિત પ્નગતિ થઈ છે. વિજ્ઞાન પ્નયોગશીલ હકિકત ઉપર ભાર મુકે છે. તથ્યો આધારિત સમન્વય કરવામાં આવે છે. ર૧ મી સદીને અનુરૂપ વિચારો હોવા જોઈએ. વિજ્ઞાનથી માનવજાત સુખી–સંપન્ન થઈ છે તેનો સ્વીકાર કરવો જોઈએ. સેકન્ડ ગણતરીમાં મોબાઈલ ઉપર દેશ–પરદેશમાં વાતચીત, દ્રશ્ય–શ્રાવ્ય વ્યવહાર કરવા છે સાથે દાણા એકી–બેકી, ધૂણવું– સવારીમાં શ્રદ્ધા રાખવી તેવા બેવડા ધોરણથી આખરે તો પરિવાર–સમાજને નુકશાન થાય છે. સરકારની માનસિકતા ઉપર લોકમાનસ ઘડાય છે. અંધશ્રદ્ધા પ્નેરક કાર્યક્રમોમાં પદાધિકારીઓએ દૂર રહેવું જોઈએ. ધર્મ, આસ્થા વ્યક્ગિત બાબત છે. માનવું – ન માનવું તે સૌને બંધારણીય અધિકાર આપ્યો છે. લોકશાહીના મૂલ્યોની જાળવણી નાગરિકની ફરજ છે. નાગરિક ધર્મ, સંવિધાનના હક્કોની પ્નત્યેકને ખબર હોવી જોઈએ.
વિશેષમાં પંડયાએ જણાવ્યું કે જાથા માતા–પિતાને જ ભગવાન, ઈશ્વર, અલ્લાહ માને છે. માનવ વિકાસના કાર્યોને પ્નાધાન્ય આપે છે. લોકોએ અનુભવે માનવું જોઈએ. જાથા ૩૧ વર્ષથી ફિલ્ડમાં કામ કરે છે. આજદિન સુધીમાં એક પણ ચમત્કારિક ઘટના આવી નથી કે જોઈ નથી. તમામ બેબુનિયાદ, પોકળ સાબિત થઈ છે. જાથાનો પડકાર આજ દિન સુધી કોઈ ઉપાડી શકયું નથી. આગાહીકારો, વરતારા કરનારા સમાજ–રાષ્ટ્રના દુશ્મનો છે. ભૂત, પ્નેત, મામો, ખવીશ, ચુડેલ, ડાકણ, આસુરી શકિ્, અગોચર, અદ્રશ્ય શકિ્ જેવું વિશ્વમાં કયાંય નથી. બોગસ વાર્તાઓ લોકોના મગજમાં ફીટ છે તે દૂર કરવા જાથા સતત પ્નયત્ન કરે છે. હજુ સફળતા મળી નથી છતાં સતત વૈચારિક પરિવર્તન સાથે લોકો વચ્ચે કામગીરી કરવામાં આવે છે. ભવિષ્યને ધ્યાનમાં રાખી વિજ્ઞાન કાર્યો કરવામાં આવે છે. સદીઓથી પડેલા મગજના વિચારો દૂર કરવા અથાગ મહેનત જાથા કરે છે. અત્યારે રાજયના તમામ જિલ્લાઓમાં ઉજવણી અંતર્ગત અભિયાન હાથમાં લીધું છે. લોકોને માનસિક પછાત રાખવાના વિચારો ધરાવનાર વિજ્ઞાનની સિધ્ધિઓને વખોડે છે તે દુ:ખદ છે.
વિદ્યાર્થી–વાલીઓ વચ્ચે ચમત્કારિક પ્નયોગ નિદર્શનમાં એકના ડબલ, હાથમાંથી કંકુ–ભસ્મ–લોહી નીકળવું, શ્રીફળનું સળગવું, મનગમતી મીઠાઈ ખવડાવવી, સંમોહન, અગ્નિનું આપોઆપ સળગવું વિગેરે કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય કૌશિકભાઈ મેનપરા, પૂજાબેન નંદાણીયા, હિનાબેન, બંસીબેન, રાધિકાબેન, વિવેકાબેન, દ્રષ્ટિબેન, ધર્મિષ્ઠાબેન, જાન્વીબેન અને જાથાના નિકાવાના કાર્યકર ભોજાભાઈ ટોયટા, જીજ્ઞેશભાઈ અમીપરા, વિનુભાઈ ઉપાધ્યાય સહીત કાર્યકરોએ પ્નયોગ નિદર્શનમાં ભાગ લીધો હતો.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM