” શુદ્ધ ક્રાંતિ ટ્રસ્ટ સુરત ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા પુસ્તક ભેટ”

ભારતભૂમિ સંતો ની ભુમી છે. નરમાંથી નારાયણ બનાવવાની તેની આગવી સંસ્કૃતિ છે. ગુજરાત સંત વિભૂતિ ઓમાં મોટા “મોટા” થઈ ગયા.
ગુજરાત યુનિવર્સીટી અમદાવાદના ગાઈડ માર્ગદર્શક શ્રી જયંતીભાઈ હી.શાહ ઈ.સ. 1989 ઉનાળુ વેકેશનમાં મૌનમંદિર માં બેઠા ત્યારે પૂજ્યશ્રીમોટાના કેળવણી વિષયક વિચારો, ઉદબોધનો, સ્વજનો સાથે થયેલા પત્રવ્યવહાર અંગેના પુસ્તકોમાં વેરાયેલી શૈક્ષણિક રત્ન કણિકાઓ નું સંકલન કરી મહાનિબંધ તૈયાર કરાવવાની અંતઃપુર ના થઈ.
પૂજ્ય મોટા લોકશિક્ષક હતા.શૈક્ષણિક પ્રક્રિયામાં સંસારએ પ્રયોગશાળા તથા પાઠશાળા છે. વ્યક્તિ પોતે જ પાઠી છે. વ્યક્તિ પોતે જ શિક્ષક અને પરીક્ષક છે. સ્વ દ્વારા સ્વ ધઽતર કરતાં કરતાં સમાજને બેઠો કરવો એ પૂજ્ય મોટા નું જીવન ધ્યેય હતું. વર્તમાનમાં શિક્ષણ ક્ષેત્રે દિશાશૂન્ય બનતું જતું હોય, ત્યારે પૂજ્ય મોટાના શૈક્ષણિક વિચારો, કેળવણી ક્ષેત્રે ના વિચારો શિક્ષણ જગતના અંધકારમાં એક પ્રકાશપુંજ બને તેમ છે.
ડો. કૌશિક મહેતા પીએચડીના વિદ્યાર્થી તરીકે એમને મળ્યા ત્યારે શાહસાહેબ તેમને” પૂ.શ્રીમોટાના શૈક્ષણિક વિચારો અને હરિ:ઓમ આશ્રમ ટ્રસ્ટનું કેળવણી ક્ષેત્રે પ્રદાન” પર મહાનિબંધ લખવા તૈયાર કર્યા.
ડો. કૌશિક મહેતાએ પૂજ્ય મોટાના 102 પુસ્તકોનો તલસ્પર્શી અભ્યાસ કરી, મહાન નિબંધ તૈયાર કરી 18 માર્ચ 1993માં પી.એચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.


પ્રસ્તુત પુસ્તક “શ્રીમોટા અને શિક્ષણ ” મહાનિબંધ પર આધારિત છે. આ પુસ્તકમાં શિક્ષણની સંપૂર્ણ સમજ અપાઇ છે. ગુજરાત યુનિવર્સિટીએ પ્રસ્તુત મહાનિબંધને આધારે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવાની મંજૂરી આપી હતી.
ડોક્ટર કૌશિક મહેતાએ શ્રીમોટાના શિક્ષણ અને કેળવણી વિષયક વિચારોનું દોહન અને સંકલન કર્યું છે. એમાં એમની વિવેકદ્રષ્ટિનો પરિચય તો મપાય જ છે.
પૂજ્યશ્રીના પુસ્તકોનો અધ્યયન કરતાં કરતાં તેઓશ્રીએ આ મહાનિબંધમાં સંસારી જીવન, લગ્ન, પતી પત્ની, બાળક જન્મ, બાળ ઉછેર, સંસારમાં કર્મો, વ્યક્તિગત રીતે તેમજ સામાજિક રીતે જીવન જીવવાની કળા, જીવનનો હેતુ, સાધના, પ્રભુ પ્રાપ્તિનો ધ્યેય વગેરે અતિ મહત્વના જીવન વિકાસ વગેરે પર પૂજ્યમોટાના વિચારોનો સમાવેશ કર્યો છે.
વર્તમાન શિક્ષણ પદ્ધતિથી આપણી પ્રજા જે ઘાતક અને પતિત અવસ્થા અનુભવી રહી છે. એ દર્શાવીને, પૂજ્ય મોટાના અનુભવ પ્રમાણિત શિક્ષણ વિષયક વિચારો હાલના સમયમાં એટલા પ્રમાણમાં પ્રસ્તુત છે.
આમ, વ્યક્તિગત વિકાસ માટે આ મહાનિબંધ સંસારી જીવો માટે જંગલમાં ચાલવાની કેડી સમાન બની રહી રહ્યું છે. વર્તમાન સમયમાં કેળવણીકારો, આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થી માટે માર્ગદર્શન આપવા માટે આ પુસ્તક નિમિત્ત બની રહ્યું છે.
આ પુસ્તક 21 પ્રકરણ ને 212 પેજ ધરાવતું પૂ.શ્રીમોટાનું “શ્રીમોટા અને શિક્ષણ” પુસ્તક ડાંગની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષક અને કર્મચારીઓ,ને વિનામૂલ્યે સુરતની ‘શુદ્ધ ક્રાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી. ભૂસારાના હસ્તે એનાયત કરવામાં આવ્યું.
ડાંગમા આ પુસ્તક પ્રાપ્ત કરનાર તમામ પુસ્તક વાંચી, એક મહિના પછી ક્વીઝમાંભાગ લઈ, પુસ્તક વિશે ના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરશે.
આદર્શ માધ્યમિક શાળા ચિંચલીના આચાર્યશ્રી ભદ્રેશભાઈ શુકનભાઈ પટેલ આહવાની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પૂજ્ય મોટા નું પુસ્તક સ્વીકારતા.
