વાંઝટઆંબામાં ધાબળા અને અનાજ કીટનું વિતરણ

ડાંગ જિલ્લામાં લાયન્સ કલબ ચીખલી દ્વારા આયોજિત મેઘા સેવા પ્રોજેક્ટ, અંતર્ગત વધઈ તાલુકાના વાંઝટઆંબા ગામમાં વડીલો એવા 45 વિધવા બહેનો અને ૨૫ જેટલા વિદુર વડીલોને તથા 175 ગરીબ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું. તથા અન્ય લોકોને ચોખા, લોટ, તેલ વગેરે અનાજની કીટ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ડોક્ટર દશરથભાઈ ને પ્રેરણાથી આ વિસ્તારમાં યોજાયો હતો. જે મુખ્ય મહેમાન ચિખલીના લા.શ્રી ભાવિનભાઈ નાયક,(ZC) ડો. ધર્મેશ ભાઈ તથા ચિખલીના ડો. ભરત બી.પટેલ આયુર્વેદ કન્સલ્ટીંગ સાથે મહાલ શાળાના આચાર્ય શ્રીરામભાઈ ચૌધરી તથા શ્રીપાંડુભાઈ અેચ. ભૌયે ની ઉપસ્થિતિમાં મળીને આ વિતરણ કાર્યને સફળ બનાવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *