



વિશ્વસ્તરીય શિક્ષણ ડીઝીટલના પગલે ઘેર બેઠા મેળવીએ શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા
શહેર તરફ વળેલાં ગામડાં હવે વિકાસના પગલે પુનઃ ગામ તરફ પરત જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા
રૂ.૧.૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી માધ્યમિક શાળા અને રૂ.૧ કરોડના ખર્ચે બનનાર ગ્રામ સડકનું ખાતમુહૂર્ત કરાયું
ભુજ, શનિવારઃ
વિકાસ માટે વચનબધ્ધ સરકાર શિક્ષણ પ્રત્યે પ્રતિબધ્ધ છે. જેના કારણે આજે છેવાડાના સરહદી ગામોમાં પણ શિક્ષણની માળખાકીય અને પાયાની સુવિધાઓ પુરી પાડવા સરકાર સક્રિય છે એમ વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે માંડવી તાલુકાના હમલા ગામે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય અને શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ આજરોજ કચ્છના માંડવી તાલુકાના હમલા ગામે રૂ.૧.૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવી સરકારી માધ્યમિક શાળા માટેના બિલ્ડીંગનું અને રૂ.૧ કરોડના ખર્ચે બનનાર હમલા પ્યાકા મેલડી માતાજીના મંદિરના ૨ કિ.મી. રસ્તાનું ખાતમુહૂર્ત કર્યુ હતું. ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં અધ્યક્ષાશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “ ભિક્ષામાં કન્યા કેળવણીનું વચન માગનાર નરેન્દ્રભાઇ મોદીને કચ્છ માટે વિશેષ લગાવ છે. જેના કારણે આજે કચ્છે વિશ્વસ્તરે નોંધનીય વિકાસ કર્યો છે. એવા ગ્લોબલ લીડર વડાપ્રધાનશ્રીની મહત્વપૂર્ણ વિશ્વગણનાનો ઉલ્લેખ કર્યો હતો. માંડવી ધારાસભ્યના વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૮૮ જેટલી માધ્યમિક શાળાઓ છે અને કચ્છ જિલ્લો શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર છે.શિક્ષણ રાજયમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ આ તકે જણાવ્યું હતું કે, હમલા મંજલ જેવા છેવાડાના વિસ્તારમાં બાળકોને વિશેષતો દિકરીઓ શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે નિર્માણ થનાર સરસ્વતી મંદિર માટે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને ગ્રામજનોને અભિનંદન.ગ્રામ્યસ્તરે આધુનિક સુવિધાઓ સજ્જ બનનાર માધ્યમિક શાળામાં સ્માર્ટ બોર્ડ અને જ્ઞાનકુંજ પ્રોજેકટ પણ બાળકોને મળશે. તાજેતરમાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ વિશ્વસ્તરની શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કર્યા છે જેનો લાભ શિક્ષણાર્થીઓને મળશે. સરકારે ડીઝીટલ ગામડાં નિર્માણ કર્યા છે. જેના કારણે હવે વિશ્વસ્તરીય શિક્ષણ ડીઝીટલના પગલે ઘેર બેઠાં મેળવીએ છીએ.વૈશ્વિક મહામારી કોરોનામાં ઓનલાઇન શિક્ષણ પણ શીખ્યા છીએ. વડાપ્રધાનશ્રીની વિધાર્થીઓને વિશ્વભાષામાં અપગ્રેડ કરવાની વિભાવના અને મુખ્યમંત્રીશ્રીની શિક્ષણ પ્રત્યેના અભિગમથી રાજય વધુ સશકત બનશે. આ તકે તેમણે શાળામાં ભણી બાળકોને સ્વ, પરિવાર, સમાજ, ગામ અને રાજય અને દેશનું કલ્યાણ કરવા જણાવ્યું હતું.જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, “ શહેર તરફ વળેલાં ગામડાં વિકાસના પગલે હવે પુનઃ ગામ તરફ પરત ફરી રહયા છે. માળખાકીય અને પાયાની સુવિધાઓના પગલે ગામડાં સમૃધ્ધ થઇ રહયા છીએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો હેતુ ભવિષ્યની પેઢીને શિક્ષિત, અને કૌશલ્યયુકત કરવાનો છે. આ તકે પ્રમુખશ્રી કારાએ શિક્ષણ મંત્રીશ્રીને સ્થાનિકોને અલગથી મેરિટના ધોરણે શિક્ષણ ખાતામાં સમાવવાનો અનુરોધ કર્યો હતો.આ તકે કચ્છી સાહિત્ય ઉજાગર કરનાર હમલા ગામના કવિ ખાનજી દેવાજી જાડેજાના શ્રી દ્વારીકા દર્શન ભાગવત ગીતા સાર પુસ્તકનું વિમોચન અને કવિશ્રીનું સન્માન મંચસ્થ મહાનુભાવોએ કર્યુ હતું.
તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ અંતરીયાળ ગ્રામ વિકાસમાં સમાંતર સર્વાંગી વિકાસમાં ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનો આ તકે વિકાસ ચિતાર આપ્યો હતો.કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ગામ અગ્રણી પૂર્વ સરપંચશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ કર્યુ હતું. આ તકે ગ્રામજનો, આસપાસના ગ્રામ અગ્રણીઓએ માંડવી મુન્દ્રા વિસ્તારમાં કરેલા વિકાસ કામો માટે ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજાનું બહુમાન અને અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યનું ઉત્સાહભેર અભિવાદન કર્યુ હતું તેમજ શિક્ષણમંત્રીશ્રીનું ભાવભીનું સન્માન કર્યુ હતું. આ તકે તાલુકા પંચાયતના હરેશભાઇ સેંધાણીએ પણ પ્રવચન કર્યુ હતું આ કાર્યક્રમમાં માંડવીના ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજી રોશિયા, માંડવી અગ્રણી સુરેશભાઇ સંઘાર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી ગંગાબેન સેંધાણી, લીલાબેન રાઠવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા કારોબારી ચેરમેન હરેશભાઇ સેંધાણી, તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ઝવેરબેન ચાવડા, તાલુકા પંચાયત સભ્ય પુનમભાઇ વેકરીયા, બળુભા જાડેજા, કચ્છ ગુજરાતના પ્રગતિશીલ ખડૂત કિસાન મોર્ચાના અગ્રણી બટુંકસિંહ જાડેજા, માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ કનુભા જાડેજા, હમલા સરપંચ કુંવરબેન રબારી, ગામના વડીલ કવિશ્રી ખાનજી મેવાજી જાડેજા, પૂર્વ સરપંચશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી નિલેશભાઇ મહેશ્વરી, એપીએમસીના ચેરમેન પ્રવિણભાઇ વેલાણી, જિલ્લા શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ, મામલતદારશ્રી એ.પી.ચૌધરી, નાકાઇ હરેશ ગઢવી, ટીડીઓશ્રી વી.બી.ગોહિલ, વિનુભાઇ, રાજેન્દ્રગીરી ગોસ્વામી, આચાર્યશ્રી, શિક્ષકો, વિધાર્થીઓ અને ગ્રામજનો ઉત્સાહભેર હાજર રહયા હતા.
