માંડવી નગરનો ૪૪૨મો સ્થાપના દિન નગરજનોએ હર્ષોલ્લાસભેર ઉજવાયો


દરિયાઈ નગર માંડવી ના સ્થાપના દિન નિમિત્તે પરંપરાગત રીતે કાંઠા વાળા નાકે ખીલી પૂજન નગર અધક્ષા હેતલબેન સોનેજી દ્વારા કરાયું હતું.જેમાં નગરજનો એ બહોળી સંખ્યા માં ભાગ લીધો હતો. સ્થાપના દિવસ ની સમી સાંજે માંડવી ના રમણીય દરિયા કિનારે રંગા રંગ કાર્યક્રમ નું આયોજન કરાયું હતું નગર ના વિકાસ ના વિવિધ કામો નું લોકાર્પણ ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા ના હસ્તે કરાયું.આ તકે કચ્છ ના સાંસદ તથા ગુજરાત ભાજપાના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા તથા માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી શિતલભાઈ શાહ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી દેવાંગભાઈ દવે તથા નગર અધક્ષા શ્રીમતી હેતલબેન સોનેજી, કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાબેન હોદારવાલા વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા માંડવી નગરપાલિકા ના સદસ્યો સાથે કર્મચારી ગણ એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *