ફૂલડોલ ઉત્સવમાં જતાં યાત્રિકો માટે જામનગર માં ૪ વર્ષ થી સેવાકિય પ્રવૃત્તિ માં કાર્યરત ટ્રસ્ટ ની બેઠક યોજાઈ

જામનગર માં ૪ વર્ષ થી જીવ માત્ર ની સેવાકિય પ્રવૃત્તિઓ માં કાર્યરત ભાગવત ગંગા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની ફુલડોલ પર દ્વારકા જતાં પદ યાત્રિકો માટે સેવા કેમ્પ તથા કોરોના માં મૃત્યુ પામેલા લોકો ના મોક્ષ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના આયોજન ના સંદર્ભે ટ્રસ્ટી મંડળ યોજવામાં આવી હતી તો બધા આગેવાનો ના નિર્ણય મુજબ પદ યાત્રિકો માટેનો સેવા કેમ્પ તા – ૮/૩/૨૦૨૨ ના રોજ ગુલાબનગર ખાતે ટ્રસ્ટ તરફ થી શરૂ કરવા માં આવશે આ કેમ્પ માં ૨૪ કલાક ભોજન.ચા.નાસ્તો રેવા માટે ટેન્ટ તેમજ પદ યાત્રિકો માટે મેડિકલ કેમ્પ જેવી સુવિધઓથી સજ્જ સેવા કેમ્પ નું ભવ્ય આયોજન કરવા માં આવશે તેવી બેઠક માં ટ્રસ્ટીઓ દ્વારા વાત ઉલ્લેખવામાં આવી હતી. આ બેઠક માં ટ્રસ્ટ ના સ્થાપક અને ઉપપ્રમુખ પૂજ્ય બાપજી. પ્રમુખ શ્રી કાર્તિક ભાઈ મહેતા. મેનેજીંગ ટ્રસ્ટી અને ટ્રેઝરર શ્રી હરિકિશન ભાઈ જોષી. ભાગવત ગંગા મહિલા સત્સંગ મંડળ પ્રમુખ શ્રી શારદા બેન સભાયા સહિત ના તમામ ટ્રસ્ટીઓ અને સભ્યો હાજર રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *