



ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને સુપોષણ અભિયાન કાર્યક્રમ ગિતાજલી વિદ્યા મંદિર આહવા ખાતે યોજાયું.આ કાર્યક્રમ માં સંગઠન પ્રભારી સીતાબેન નાયક ,મહિલા મોરચા પ્રમુખ સુમનબેન દળવી,દક્ષાબેન પટેલ,અરુણાબેન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળા બેન રાઉત,સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી, વઘઇ તાલુકા પ્રમુખ સંકુન્તલાબેન પવાર,જિલ્લા પંચાયત સદસ્ય નીલમબેન ચૌધરી,બીબીબેન ચૌધરી,હંસાબેન પટેલ,આ કાર્યક્રમ માં જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત,જિલ્લા સંગઠન પ્રમુખ દશરથભાઈ પવાર,મહામંત્રી કિશોરભાઇ ગાંવીત,રાજેશભાઈ ગામીત, હરીરામ સાવંત,આઇટી સેલ ના ગીરીશભાઈ મોદી,મેરિષભાઈ પવાર,સતિષભાઈ સૈદાને,યુવા પ્રમુખ જીગરભાઈ પટેલ,તાલુકા મંડળ પ્રમુખ સંજય વહેવારે,તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ,વિવિધ મોરચાના પ્રમુખ,મંત્રીઓ. સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો.કાર્યક્રમમાં ભાજપના પૂર્વ મહિલા મોરચા પ્રમુખોનું સરોજબેન પટેલ, સંકુન્તલાબેન નું સન્માન કરવા માં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે પ્રસંગ અનુરૂપ પ્રવચન આપ્યું હતું.જિલ્લા સંગઠન પ્રમુખે રાજ્ય કેન્દ્ર સરકારની મહિલા સંબંધિત યોજનાઓની રૂપરેખા આપી હતી.તેમજ આજની પેઢીની મહિલાઓ શિક્ષિત થઈ વિવિધ ક્ષેત્રે કાઠું કાઢી રહી હોય ગૌરવ ની વાત હોવાનું જણાવ્યું હતું.આ પ્રસંગે સંગઠન પ્રભારી સીતાબેન નાયકે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત મહિલા કાર્યકર્તાઓને રાજ્ય કેન્દ્રની વિવિધ યોજનાઓ જરૂરિયાત મંદો સુધી પહોંચડવા સંકલ્પ કરાવ્યો હતો.દરેક સંગઠનના સભ્યોને સ્વેચ્છાએ બાલ મંદિરના બાળકોને સુપોષણ માટે 2 બાળકો દત્તક લઈ તેની સંભાળની જવાબદારી નિભાવવા અનૂરોધ કર્યો હતો.
