શ્રી 25 ગામ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ વિહાર દ્વારા મહિલા સ્નેહ મિલન સમારોહ નો કાર્યક્રમ યોજાયો.

રવિવાર ના રોજ સવારે વિહાર ખાતે શ્રી 25 ગામ કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ વિહાર દ્વારા મહિલા સ્નેહ મિલન સમારોહ નો કાર્યક્રમ યોજવામા આવ્યો જેમા મંડળના પ્રમુખ શ્રી પટેલ કલ્પેશભાઈ ઈશ્વરભાઈ ( ટિંટોદણ ) ના માર્ગદર્શન હેઠળ અને તેઓની અને સમાજના બીજા અગ્રણીઓ ની આગેવાનીમા મહિલા શકતિ કરણનો કાર્યક્રમ યોજાયો જેમા ખૂબ મોટી સંખ્યામા સમાજની બેન – દિકરીઓ એ ભાગ લીધેલ જે કાર્યક્રમ મા આશરે 6 થી 7 હજાર બહેન – દિકરીઓએ હાજરી આપી કાર્યક્રમ ને વેગવંતો બનાવેલ..

જેમા બહેન- દિકરીઓ નો ઉત્સાહ વધારવા થી લઈ અવનવી યોજનાઓ ની માહિતી પૂરી પાડવામા આવેલ અને સમાજની બહેન દિકરીઓ ની હિંમત વધારેલ અને અનાદી કાળથી ચાલતા સમાજના કુરિવાજો માંથી બહાર લાવવાની સમજણ આપેલ…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *