
રિપોર્ટ:-બીના પટેલ
ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવા તથા નવી રોજગારની તકો પૂરી પાડવા માટે આણંદના ઓડ ખાતે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની નવી સ્થપાનાર ઔધોગિક વસાહત નું ભૂમિપૂજન આજરોજ ગુજરાતના યશસ્વી અને પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદહસ્તે તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ અને રાજ્યકક્ષાના મંત્રી આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ પ્રસંગે આણંદ લોકસભાના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલ, ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પરમાર, પૂર્વ લોકસભા સાંસદ શ્રી દિલીપભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા જી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, જીઆઇડીસીના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી એમ. થેન્નારસન, જિલ્લા કલેકટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી તથા મોટી સંખ્યામાં ભાઈ – બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
