સાંસદ મિતેશભાઇ પટેલને લોકસભામાં પશુપાલકો અને માછીમારો માટે ક્રેડિટ કાર્ડની સુવિધા માટે નો સવાલ ઉઠાવવા માટે બિરદાવવામાં આવ્યા હતા .

આણંદના સાંસદ મિતેશભાઇ પટેલે લોકસભામાં પશુપાલકો અને માછીમારો માટે ક્રેડિટ કાર્ડનો સવાલ ઉઠાવ્યો

રિપોર્ટ:- બીના પટેલ

ણંદ લોકસભાના સાંસદ મિતેશભાઇ પટેલ દ્વારા લોકસભામાં પશુપાલકો અને માછીમારો માટે ક્રેડિટ કાર્ડની સુવિધા અંતર્ગત કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલાને સવાલ કરવામાં આવ્યો હતો.આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભારત રાજ્ય સરકાર સહિત ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે જે રીતે ક્રેડિટ કાર્ડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે રીતે રાજ્યના પશુ પાળકો અને માછીમારો માટે સુવિધા છે કે કેમ ? અને છે તો અત્યાર સુધી સમગ્ર દેશ સહિત રાજ્યમાં કેટલા ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તેની માહિતી અને જાણકારી માટે સાંસદ મીતેશભાઇ પટેલ દ્વારા લોકસભા દરમિયાન સવાલ કરવામાં આવતા કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા તેની માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે દેશની આઝાદી બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌથી મોટી યોજના ઘડી હોય તો તે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે જે રીતે ભારત સરકારના સહયોગથી ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની સહાય મળી રહી છે તેવી રીતે સમગ્ર દેશ અને રાજ્યના પશુ પાળકો અને માછીમારો માટે પણ ક્રેડિટકાર્ડ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે અને આ યોજના આર.બી આઈ દ્વારા સમગ્ર દેશના બધાજ રાજ્યોમાં અને જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા આ યોજનાથી લાખો પશુ પાળકો અને માછીમારોને બેંક સાથે જોડી ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે.અને સરકારના આ ભગીરથ કાર્યમાં સંસદના બધા સદસ્યો દ્વારા સહભાગી થવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.સાથે સાથે આણંદ લોકસભાના સાંસદ મિતેશભાઇ પટેલને લોકસભામાં પશુપાલકો અને માછીમારો માટે ક્રેડિટ કાર્ડની સુવિધા માટે નો સવાલ ઉઠાવવા માટે બિરદાવવામાં આવ્યા હતા .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM