અરવલ્લી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

સ્વ.ધારાસભ્યશ્રી ડૉ. જોષીયારાને શ્રધાંજલિ અર્પણ કરાઈ

રીપોર્ટ ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાના જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતિ શ્વેતા તેવટીયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.બેઠકના પ્રારંભે ભીલોડાના સ્વ ધારાસભ્યશ્રી ડૉ.અનિલભાઈ જોષીયારાને શ્રધાંજલિ અર્પણ કરાઈને શોક વ્યક્ત કર્યો હતો. જેમાં બાયડ અને મોડાસાના ધારાસભ્યશ્રીઓ દ્વારા તાલુકાના વિવિધ ગામોના વિકાસલક્ષી કામોની સંકલન તથા ફરિયાદ સમિતિના પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રી સમક્ષ રજુ કર્યા હતા. સંકલન બેઠકમાં મોડાસાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે મોડાસા શહેરમાં લગાવેલા ભયજનક હોડીગ્સ દુર કરવા,ગંદા પાણીનો નિકાલ, ગામ્ય વિસ્તારમાં રસ્તાઓનું મરામત તથા નિર્માણ કરવા ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ધરાતી તપાસને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જેનો સત્વરે નિકાલ કરવા સબંધિત અધિકારને કલેકટરશ્રીએ સુચન કર્યું હતું. જયારે બાયડના ધારાસભ્યશ્રી જસુભાઈ પટેલ દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ સુદ્રઢ બનાવવા,સિંચાઈને લગતી કેનાલોનું મરામત ઉપરાંત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું કે,સંકલનના અમલીકરણ અધિકારીઓને અરવલ્લી જિલ્લાના ધારાસભ્યશ્રીઓના દરેક પ્રશ્નોનોનું ઝડપથી નિરાકરણ આવે, પ્રજાની વચ્ચે રહીને પ્રજાને સરકારની વિવિધ લક્ષી યોજનાઓનો લાભ અપાવીએ, તેમજ દરેક વિભાગના અધિકારીશ્રીઓએ ફિલ્ડમાં જવું અને લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવા તાકીદ કરી હતી. જ્યારે સંકલનના બીજા તબક્કામાં જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેમની થયેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહ ચૌહાણ,અધિક નીવાસી કલેકટરશ્રી એન.ડી.પરમાર, તથા સંકલનના અન્ય અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM