ડાંગ જિલ્લા ખેલમહાકુંભ સ્કેટિંગ સ્પર્ધા

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને ડાંગ જિલ્લા રમત-ગમત કચેરી અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સંચાલિત “રમશે ગુજરાત, જીતશે ગુજરાત”- ચિતાર્થ કરતા ડાંગ જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ સ્કેટિંગ સ્પર્ધા ડાંગ દરબાર હોલ, આહવાના ખાતે આજ રોજ રમાઈ. આ દરેક વય જુથના સ્પર્ધકોએ કોઈ મોટી સંખ્યામાં ભાગ લીધો.ડાંગ જિલ્લા ખેલ મહાકુંભ સ્કેટિંગ સ્પર્ધા ની શુભ શરૂઆત ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીભાઈ ભૂસારા , સુબીર તાલુકા કારોબારી શ્રીરતિલાલભાઈ, આહવા તાલુકા પંચાયત માજી પ્રમુખ નરેશભાઈ ગવળી, તથા જિલ્લા રમત-ગમત કચેરીના યુવાપ્રાંત વિકાસ અધિકારી જૈમીન રાવલ અને આ રમતના કન્વીનર શ્રી પ્રજેશ ટંડેલ, તથા મોટી સંખ્યામાં ખેલાડીઓ તથા વાલીઓ, ગ્રામજનો આ રમત ઉપસ્થિત રહી તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ભુસારા સાહેબે ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે,” સારો ખેલાડી અભ્યાસમાં સારો હોય એ જરૂરી નથી. તથા રમત એ શારીરિક માનસિક જરૂરિયાત છે.રમત વ્યક્તિત્વને ખીલવે છે. ડાંગના યુવાધનની શક્તિને બહાર લાવવાનો મોટું કામ આ સ્પર્ધાઓ કરે છે. રમત ગમત વ્યક્તિગત વિકાસ માટે છે. ભાગ લેવો એ મોટી વાત છે.જિલ્લા કક્ષા ખેલ મહાકુંભ સ્કેટિંગ સ્પર્ધાના જિલ્લા પ્રથમ ત્રણ વિજેતા જાહેર થશે. ને દરેક વય જૂથમાં પ્રથમ બે રાજ્ય કક્ષાએ રમવા જશે.આ કાર્યક્રમનું સંચાલન દત્તાત્રેય મોરે કર્યુ. તથા આભારવિધિ રમતના કન્વીનર પ્રજેશ ટંડેલ કરી હતી. પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના શિક્ષકોએ નિર્ણાયક અને પંચ વહીવટી તરીકે સેવા આ રમતના સહ કન્વીનર મનીષા ગામિતના નેતૃત્વમાં આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *