કમલમ ન્યૂઝ દ્રારા રજૂઆત કરતા વિસનગરમાં કાશ્મીર ફાઈલ ફિલ્મ સીનેપ્લસ થિયેટરમાં પ્રદર્શિત થશે .

વિસનગર, વિજાપુર તેમજ વડનગર તાલુકાની પબ્લિક નો ખૂબ જ આગ્રહ હોવાને કારણે અમારા ઉત્તર ગુજરાતના ચીફ બ્યુરો ડેવિડ પટેલ દ્વારા વિસનગરના સિનેપ્લસ થિયેટર ના માલિક શ્રી વજીરખાન ભાઈ પઠાણ ને રજૂઆત કરતા તેમણે બહુ જ નમ્ર ભાવે તેમણે લાગણીને સ્વીકારી લીધી અને તેમણે જાહેર કર્યું કે આપણે આવતીકાલથી જ આ ફિલ્મ પ્રદર્શિત કરીશું.તેમણે વિશેષ જણાવ્યું કે લોકલાગણીને માન રાખીને આપણે તે કાર્યો કરવા જોઈએ. તેમને તાત્કાલિક ફિલ્મ પબ્લીકેશન નો સંપર્ક કરીને તુર્તજ બે લાખ રૂપિયા ભરીને શનિવારથી આ ફિલ્મ લોકો જોઈ શકે તે રીતે વ્યવસ્થા ગોઠવી દીધી. આવી સતર્કતા અને ધ્યાન દોરવા બાબતે તેમણે વિશેષ કમલમ ન્યૂઝ પરિવારનો આભાર માન્યો.
રિપોર્ટ..મહેશ પટેલ. વિસનગર..

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *