

સુખપર તા. ૩૧ : ઉનાળા ની કાળ ગરમી વચ્ચે સ્વાભાવિક છે લોકો ઘર ની બહાર નિકળવાનું ટાળતાં હોય છે ત્યારે પશુ પક્ષીઓ પણ માડા દર તેમજ ચબુતરા માં ભરાઈ રહે છે. જ્યારે ચકલી જ એવું પક્ષી છે જે એક એક તણખલું ગોતી ગોતી ને પોતાનું ઘર – માડો લોકો ના ઘર માં બનાવતી હોય છેઆ પ્રક્રિયા થી પ્રેરિત થઈ જે મનુષ્ય ને પ્રથમ વખત ચકલી ઘર બનાવવાનું સુજયું હશે તેને વંદન છે પશુ, પક્ષી, પાણી, પ્રકૃતિ અને પર્યાવરણ જતનના હેતુ સાથે સુખપરના શ્રી માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત શિશુવાટિકા અને પ્રાથમિક વિધામંદિર દ્વારા ચકલીઘર શણગાર સ્પર્ધા અને વિતરણના ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ .ચકલીઘર ને સુશોભીત શણગાર સાથે બનાવવી લોકો સમક્ષ મૂકવું એ સંભવત પ્રથમવાર આ રીત નું આયોજન થયેલ હશે, આ આયોજનમાં વાલીઓ અને આચાર્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને 100 થી વધુ ચકલીઘરનું સુશોભન કરી બનાવેલ ,કાર્યક્રમના વિષય વક્તા તરીકે સેડાતા સરકારી શાળાના આચાર્ય વસંતભાઈ પટેલ , વિધાથિઁઓ, વાલીઓ અને મહેમાનોને પોત પોતાના વિચારો માં જણાવેલ કે ઝેરી રસાયણીક દવાઓના બેફામ ઉપયોગથી પક્ષીઓનો વિનાસ કરતા માનવીને પોતાના જ પાપે ચકલી દિવસ સહિતના દિવસો ઉજવવા પડે એ જ માનવજાતનું દુર્ભાગ્ય છે ત્યારે આ આયોજનમાંથી પ્રેરણા લઇને “જીવો અને જીવવા દો” ના સંકલ્પ સાથે પ્રકૃતિના જતનનો સંદેશ આપ્યો હતો.મુખ્ય અતિથિ તરીકે મદનપુર ગામની નવી પંચાયતના પ્રથમ મહિલા સરપંચ શ્રીમતી પુનમબેન મેપાણીએ સમગ્ર આયોજનને બિરદાવીને ઘરઘર ચકલીઘર રાખવા સાથે ચકલી સંવધઁનમાં નિમિત્ત બનવાનો સંકલ્પ લેવાનું આહવાન કરેલ જ્યારે વિધાલયના બાળકોએ ચકલી વિષયની કૃતી રજુ કરીને સૌને આનંદીત કર્યા હતા,ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના સહયોગે કલરકામથી સુશોભિત અને સરસ સુત્ર લખેલ અંદાજીત એકલાખ પચીસ હજાર ના ખર્ચે 500 લાકડાંના મજબુત ચકલીઘર બનાવીને આ કાયઁક્રમમાં આવનારને લોકો ને નિશુલ્ક વિતરણ કરાયું હતું.શાળાના આચાર્યો અને ઉત્સાહી વાલીઓની મહેનત થી માત્ર ચકલીઘરોથી સુશોભિત કરાયેલ કાયઁક્રમનો સ્ટેજ સૌના આકષઁકનું કેન્દ્ર બન્યું હતું.સ્પર્ધામાં વિજેતા અને ભાગ લેનાર સૌને પ્રોત્સાહીત ભેટ આપી પ્રોત્સાહીત કરવામાં આવેલ.શૈક્ષીક સંગઠન વિધાભારતી સાથે સંલગ્ન રહીને આધુનીક શિક્ષણ ની પરંપરાગત ભારતીયતાના સંસ્કાર અને દેશદાઝને લઈને ગામના લોકોની પ્રથમ પસંદગી પામેલ માધવ સ્મૃતિ ટ્રસ્ટ સંચાલિત આ શાળાઓ નિરંતર આવાં આયોજનો થતાં રહે છે તેવું પ્રમુખ શ્રી રવજીભાઇ ગોરસીયાએ જણાવ્યું છે.
