રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા

‘શું સ્થિતિ છે…? આપણે કેવી રીતે અસરગ્રસ્તોને મદદ કરવાનુ કાર્ય પાર પાડી રહ્યાં છીએ એની વિગતે વાત કરો, પૂરગ્રસ્તોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી કરો…’ એક મૃદ સંવેદનાસભર, છતાં મક્કમ અવાજે ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ શપથ લીધા બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે, સમગ્ર વહેવટી તંત્રને પ્રેરિત કરવા સાથે, તેમનામા પ્રાણ પૂર્યા, અને રાહત કાર્ય ઝડપભેર પૂર્ણ કરાયુ.

આવો જ એક કિસ્સો હમણાં બન્યો. ફરી એ જ “વ્યક્તિ”એ વડોદરાના એકતાનગર તેમજ સુખાલીપુરાના લોકોની વચ્ચે પહોંચી, સમસ્યા જાણી, તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કર્યો. બે અલગ અલગ કિસ્સા, પરંતુ કેન્દ્ર સ્થાને જો કઈં હતું તો તે જનજનની જન નાયકની સંભાળ.

શપથ ગ્રહણ બાદ, પ્રથમ જ બેઠકમા જામનગરના પૂરપીડિતોને સહાય પહોંચાડવાની વાત હોય, કે તાજેતરમા તેમણે લીધેલી વડોદરા જિલ્લાની અચાનક મુલાકાત, મૃદુહૃદયી પરંતુ દ્રઢ નિર્ણયશક્તિવાળા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, ગુજરાતના જનમાનસમા પોતીકા માણસની એક અમીટ છબિ ઉભી કરી દીધી છે. ખૂબ જ ટૂંકાગાળામા તેમણે પ્રામાણિકતા, પરિશ્રમ અને પારદર્શિતાનુ દર્શન કરાવતા, એનેક નિર્ણય અને યોજનાઓ જનસમર્પિત કરી, ગુજરાતની ઉન્નતિ માટેની તેમની કર્તવ્યપરાયણતાનો પરિચય આપી દીધો છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના કાર્યકાળને 200 દિવસ પૂર્ણ થયા છે ત્યારે, આ સમયમા તેમની આગેવાનીમા ગુજરાત સરકારે સોશિયલ સેકટર્સ જેવા કે શિક્ષણ, આરોગ્ય, જળ વ્યવસ્થાપન, ઉદ્યોગો સહિત, તમામ ક્ષેત્રોના જનહિતલક્ષી નિર્ણયોથી, ગુજરાતના દરેક વર્ગ, દરેક સમાજ, અને દરેક વય જૂથને ઉર્દ્વગામી વિકાસ થયો હોવાની પ્રતિતી થઇ રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદરેલા ગુજરાતના ખૂણેખૂણાના વિકાસ માટેના નિષ્ઠાવાન પૂરૂષાર્થ, અને તેમના સૌમ્ય, સાલસ,, સરળ સ્વભાવને, સૌ કોઇ એક અવાજે બિરદાવી રહ્યાં છે.

‘વંચિતો, ગરીબો, આદિવાસીઓને પડખે અડિખમ સરકાર’ આ માત્ર શબ્દો નથી, એનો યથાર્થ પરિચય મેળવવો હોય તો આદિજાતિ વિસ્તારમા જવુ પડે, અનુભવવુ પડે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા આદિજાતિ વિસ્તારના વૃદ્ધોથી માડીંને યુવાઓને સાંકળતી વિવિધ યોજના થકી, સરકારે જનજન સુધી પહોંચવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે.

એક બાજુ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનાનુ ૬૦ થી ૮૦ વર્ષની વયના લોકોનુ માસિક પેન્શન, ૭૫૦ થી વધારીને ૧૦૦૦, અને ૮૦ વર્ષથી વધુના નિરાધારોનુ માસિક પેન્શન રૂ.૧૦૦૦થી વધારી રૂ.૧૨૫૦ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો. તો બીજી તરફ ૩૬ લાખ પછાત વર્ગના વિદ્યાર્થીઓને અપાતી ગણવેશ સહાય રૂ. ૬૦૦ થી વધારીને રૂ. ૯૦૦ કરી. શિક્ષણને પ્રાથમિકતા આપતી સરકારે ‘ભિક્ષા નહીં શિક્ષા’ના મંત્ર સાથે શહેરના સિગ્નલ પાસે ભિક્ષાવૃત્તિ કરતા, કે અધવચ્ચે શાળા છોડી ગયેલા દરિદ્ર બાળકોને શિક્ષણ આપવા 30 થી વધુ મોબાઈલ સ્કૂલ બસ સાથે ‘સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ’ શરૂ કર્યો છે.
આદિજાતિના સર્વાગી વિકાસને વરેલી રાજ્ય સરકારે, વન અધિકાર અધિનિયમ અન્વયે ૧૬,૫૭૨ આદિવાસીઓને જમીનના અધિકારો આપવાની સંવેદના દાખવી. આદિજાતિ વિસ્તારોમા ઓનલાઇન બેંકીંગ, ઇ-કોમર્સ, ઓનલાઇન શિક્ષણ સહિતના ક્ષેત્રો માટે, બે વર્ષમા ૫૦૦ નવા મોબાઇલ ટાવર્સ ઉભા કરવાથી આદિવાસી વિસ્તારોની કાયાપલટ થવા જઇ રહી છે. વનબંધુઓના બાળકોને ગુણવત્તસભર શિક્ષણ માટે ૨૫ બિરસામુંડા જ્ઞાનશક્તિ રેસિડેંસિયલ સ્કુલ ઓફ એક્સલન્સ શરૂ કરવાના નિર્ણયની સાથે, આ હેતુ માટે ૪૫ કરોડ રૂપિયાની ફાળવણી કરવામા આવી છે. રાજ્ય સરકારે આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામા રૂ. ૧ લાખની સહાય વધારી રૂ. ૨.૫૦ લાખ કરી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે, દિવ્યાંગતાનુ પ્રમાણપત્ર આજીવન માન્ય રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. આ ઉપરાંત આવકના દાખલાઓની માન્યતાની મુદ્ત એક વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરવામા આવી છે. સરકારી કામકાજ માટે એફીડીવીટમાંથી મુક્તિ આપી, સેલ્ફ ડેક્લેરેશન (સ્વપ્રમાણપત્ર)ને માન્યતા આપવાનો જનહિતલક્ષી નિર્ણય કરવામા આવ્યો છે.
સમગ્ર દેશ જ્યારે કોરોનાકાળમાંથી ઉગરવાના પ્રયાસો કરી રહ્યો હતો, ત્યારે ગુજરાત સરકારે કોરોનાને નાથવા આરંભેલા જનઆરોગ્યના મહાયજ્ઞને સફળ બનાવ્યો. રાજ્ય સરકારે આદરેલા રસીકરણથી માંડીને ઓક્સિજન ટેંક, આરોગ્ય રથ સહિતના પગલાંની નોંધ વૈશ્વિક સ્તરે લેવાઇ. કોરોના વેક્સિનની વ્યાપક અને સઘન કામગીરીના ફળ સ્વરૂપે દેશના મોટા રાજ્યોની કેટેગરીમાં શ્રેષ્ઠ ક્રમ પ્રાપ્ત કરવા બદલ, ગુજરાતને ઈન્ડિયા ટુડેના એવોર્ડથી સન્માનિત કરાયુ છે. કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માટે અમોઘ શસ્ત્ર સમાન કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની આગવી સિદ્ધિ, ગુજરાતે હાંસલ કરી છે. રાજ્યમા અત્યાર સુધીમા (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ ) ૪.૯૧ કરોડથી વધુ લોકોને કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ તથા ૪.૭૫ કરોડથી વધુ લોકોને દ્વિતિય ડોઝ આપવામા આવ્યો છે.
રાજ્યમા ૧૫ થી ૧૮ વર્ષની વયના યુવાનોનુ કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરી દેવામા આવ્યુ છે. અત્યાર સુધીમા (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ ) ૧૫ થી ૧૮ વર્ષની વયના ૩૦.૫૨ લાખથી વધુ યુવાનોને, કોવિડ રસીકરણનો પ્રથમ ડોઝ, તથા ૨૪.૭૩ લાખથી વધુ યુવાનોને કોવિડ રસીકરણનો દ્વિતિય ડોઝ આપવામા આવ્યો છે. રાજ્યમા ૬૦ વર્ષથી વધુ વયના વડીલો, ફ્રન્ટલાઇન વર્કર્સ, તેમજ હેલ્થકેર વર્કર્સને અત્યાર સુધીમા (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ) ૨૨.૬૭ લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામા આવ્યા છે. કોરોનાને નેસ્તનાબૂદ કરવા રાજ્યમા ૧૨-૧૪ વર્ષની વયના બાળકોના રસીકરણ અભિયાનમા અત્યાર સુધીમા (તારીખ ૨૪ માર્ચ, ૨૦૨૨ની સ્થિતિએ) ૯ લાખથી વધુ બાળકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી તકેદારીરૂપે ૪૦૦ થી ૫૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન ટેંક અને ૧૦,૮૯૯ ઓક્સિજન કોન્સન્ટ્રેટર સાથે ૧,૦૩,૫૦૦ ઓક્સિજન બેડ, ૧૫૦૦ આઇસીયુ બેડ, ૯,૭૦૦ વેન્ટિલેટર બેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જનઆરોગ્યની સુરક્ષા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે કરેલા એક નિર્ણયથી એર એમ્બ્યુલન્સ શરૂ કરનાર ગુજરાત દેશનુ પ્રથમ રાજ્ય બન્યુ છે. સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત માટે પ્રતિબધ્ધ એવા મુખ્યમંત્રીશ્રીએ સપ્તાહના દરેક શુક્રવારે આરોગ્ય દિવસ અંતર્ગત, બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રિનીંગથી સારવારની શરૂઆત કરી ૩ કરોડ ૩૦ લાખ નાગરિકોને આવરી લેવાનુ સુદ્રઢ આયોજન કર્યું છે. તદ્દઉપરાંત ૪ લાખ ૩૮ હજાર ઉપરાંત નાગરિકોને ડિઝીટલ હેલ્થ આઇડી કાર્ડ અપાયા છે. વર્ષ ૨૦૨૫ સુધીમા ગુજરાતમા અંધત્વનો દર ઘટાડીને ૦.૨૫ ટકા સુધી લઈ જવાના ધ્યેય સાથે મોતિયા-અંધત્વમુક્ત ગુજરાત ઝુંબેશનો પ્રારંભ પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે કરાવ્યો છે.
ઉત્તમ શિક્ષણ એ સુસંસ્કૃત અને શ્રેષ્ઠ સમાજનો પાયો છે. શિક્ષણ મંત્રી શ્રી જિતેન્દ્રભાઇ વાઘાણીએ ૨૦૦ દિવસમા શિક્ષણ ક્ષેત્રે અનેક અભિનવ પહેલ કરી છે. બાળકોમા સંસ્કાર સિચનને પ્રાધાન્ય આપવા માટે શિક્ષણમા ભગવત ગીતાનો સમાવેશ કરી, રાજ્ય સરકારે સુસંસ્કૃત સમાજના સર્જનનો પાયો શિક્ષણના માધ્યમથી નાખ્યો છે. નવી શિક્ષણ નીતિના દિશાદર્શનના રોડમેપ અને Student Startup and Innovation Policy 2.0નું લોન્ચિંગ કરી, સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા આર્થિક સહાય આપવામા આવે છે. ધો.૧૦ પછીના ડિપ્લોમા તેમજ ડિપ્લોમાથી ડિગ્રીમા પ્રવેશ મેળવતા યુવાનોને મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવાના નિર્ણયથી, વાર્ષિક ૪.૫૦ લાખ આવક ધરાવતા રાજ્યના અનેક પરિવારના યુવાનોને આ યોજનાનો લાભ મળતો થશે. શાળાઓમા માળાખાકીય સગવડો, અને શિક્ષણમા ગુણાત્મક સુધારા માટે મિશન સ્કૂલ એક્સેલેન્સ યોજનાના સુદ્રઢ અમલ સાથે યુનિવર્સિટીઓને વૈશ્વિક હરોળમા લાવવા ૪ વર્ષનો પરિણામલક્ષી રોડ મેપ તૈયાર કરાયો છે. ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ૫૦ જ્ઞાન શક્તિ રેસીડેન્શીયલ સ્કૂલ, સામાજિક ભાગીદારીના ધોરણે શરુ કરી, એક લાખ વિદ્યાર્થીઓને તૈયાર કરવાનુ નક્કર આયોજન કર્યું છે. પાંચ લાખ યુવાનોના કૌશલ્ય નિર્માણ માટે કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામા આવી છે. આ તમામ પગલા 200 દિવસ પૂર્ણ કરનાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારની દૂરદર્શીતાને દર્શાવે છે.
હવે તો અગ્રેસરતા ગુજરાતની ફીતરત બની ગઇ છે. જળ વ્યવસ્થાપન હોય, આરોગ્ય કે ઔદ્યોગિક ક્ષેત્ર, તમામ મોરચે ગુજરાત સદાય અગ્રેસર રહ્યુ છે. આજે તો ગુજરાત વિકાસ મોડેલની દેશ અને દુનિયામા ચર્ચા છે. ઔદ્યોગિક ક્ષેત્રની પ્રોત્સાહક નીતિ સાથે, ગ્રીન એનર્જી અને પર્યાવરણની કાળજી લેવાની ગુજરાતની રીતથી, સમગ્ર વિશ્વ પ્રભાવિત થયુ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમા રાજ્ય સરકારે, રોજગારી સર્જન સાથે પર્યાવરણ જાળવણીને પણ મહત્ત્વ આપ્યુ છે. ભારતમા ઇલેક્ટ્રિક વાહનો અને બેટરીના મેન્યુફેક્ચરિંગ માટે જાપાનની પ્રમુખ ઓટોમોબાઈલ કંપની સુઝુકી મોટર્સ કોર્પોરેશન (SMC)એ ગુજરાત સરકાર સાથે MoU સાઇન કર્યા. આ માટે સુઝુકી ગુજરાતમાં રૂ.10,400 કરોડના રોકાણો કરશે. ગુજરાતને નેટ ઝીરો કાર્બન ફ્રી બનાવવાના હેતુ સાથે ગ્રીન એનેર્જી ક્ષેત્રમા ૫ લાખ કરોડથી વધુનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે એમ.ઓ.યુ. થયા. જે અંદાજિત ૧૦ લાખ રોજગારીનુ સર્જન કરશે. ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ અને POSCO-અદાણી કોલોબરેશન વચ્ચે ગાંધીનગરમા 5 બિલિયન ડોલર સુધીના રોકાણના MOU સંપન્ન થયા. ગુજરાતના મુન્દ્રામા પર્યાવરણ-મૈત્રીપૂર્ણ એકીકૃત સ્ટીલ મિલની સ્થાપના તેમજ અન્ય વ્યવસાયોમા વ્યાપક તકોનુ નિર્માણ થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે 200 દિવસના ગાળામા ઔદ્યોગિક, જળ વ્યવસ્થાપન, કૃષિ, આરોગ્ય, શિક્ષણ સહિત સોશ્યલ સેક્ટર્સના જનહિતલક્ષી લીધેલા અનેક પગલા સાથે નિર્ણાયકતા, કુનેહપૂર્વકની વિકાસનીતિથી સફળતા તો મેળવી છે. આની સાથે સાથે જનમાનસમા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મૃદુભાષી, સાલસ, સૌમ્ય અને સરળ છતાં મક્કમ જનનાયક તરીકે પ્રસ્થાપિત કરી દીધા છે.
