



વડાપ્રધાનશ્રી વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપ્યા




મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં સહભાગી થયા





આજે પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વેળાએ રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુબેરભાઈ ડીડોર અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલી મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ, સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો અને વાલીઓ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ‘પરીક્ષા પે ચર્ચા’ એક બહુપ્રતિક્ષિત વાર્ષિક કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાનશ્રી એક જીવંત કાર્યક્રમમાં પોતાની આકર્ષક શૈલીમાં પરીક્ષાના તણાવ અને સંબંધિત ક્ષેત્રોના વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ આપે છે.
