પરીક્ષા જીવનનો ભાગ છે વિકાસ યાત્રાનો પડાવ છે  -વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

સેડાતા તેમજ જિલ્લામાં કુલ ૧.૭૨ લાખ લોકોએ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ નિહાળ્યો

        એપ્રિલ ૨૦૨૨થી શરૂ થનારી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી તણાવમુક્ત પરીક્ષા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતેથી ‘પરીક્ષા પે ચર્ચા’ ના પાંચમા સંસ્કરણમાં વિદ્યાર્થીઓ, માતપિતા, વાલીઓ  અને શિક્ષકો સાથે સંગોષ્ઠિ કરી માર્ગદર્શન પુરૂ પાડી સૌનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

 આ કાર્યક્રમનાં જીવંત પ્રસારણમાં સમગ્ર દેશની સાથે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના સેડાતા ખાતે સૂર્યા વરસાણી એકેડમીમાં  જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.

પરીક્ષા પે ચર્ચા’ 2022 કાર્યક્રમ અંતર્ગત આજે સવારે ૧૧ થી ૧:૩૦કલાકે માન. વડાપ્રધાનશ્રી દ્વારા વિદ્યાર્થીઓને સંબોધવામાં આવ્યાં. આ કાર્યક્રમ કચ્છ જિલ્લામાં ૧,૭૨,૩૯૪ જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, કેળવણીકારો તથા અન્ય મહાનુભાવોએ નિહાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ ચર્ચામાં ગુજરાતના નવસારીથી સીમા ચિંતન દેસાઇએ પણ ગ્રામીણ ક્ષેત્રે દિકરીઓના શિક્ષણ બાબતે રજુઆત કરતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું હતું કે, દિકરો દિકરી એકસમાન છે. બંનેમાં કોઈ ભેદભાવ નથી આ સમજવું દરેક સમાજની અનિવાર્યતા છે. દીકરીઓ પરિવારથી શક્તિ બની રહી છે. આપણી માનસિકતા અને વર્તમાન પરિસ્થિતિમાં દિકરીઓને ભણાવવાની સંખ્યા વધી છે. દિકરીઓની હિમ્મત ગર્વ થાય એવી છે. શિક્ષણ, આરોગ્ય, પોલીસ, સૈનિક સ્કૂલો, આર્મીમાં દિકરીઓનો દબદબો વધી રહ્યો છે.ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલાઓને ૫૦ટકા અનામતમાં તેઓ આરક્ષિત અને સામાન્ય બંને બેઠકો પર જીતે પણ છે. સમાજમાં પણ દીકરીઓના શિક્ષણ માટે સન્માનનો દરજજો વધ્યો છે. પરીક્ષા જીવનનો ભાગ છે આપણી વિકાસયાત્રાનો પડાવ છે એમ પણ વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું.

 ‘પરીક્ષા પે ચર્ચા’ માં વડાપ્રધાનશ્રીએ પ્રોત્સાહિત કરતા પ્રવચનથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જોશ વધાર્યા હતાં.

 સૂર્યા એકેડમીમાં  દૂન પબ્લિક સ્કૂલ માધાપર, વ્હાઈટ હાઉસ ઇંગ્લિશ સ્કૂલ, સૂર્યા વરસાણી એકેડેમીના  વિદ્યાર્થીઓ, શિક્ષકો ટ્રસ્ટીઓ અને શિક્ષણવિદોસાથે મોટી સંખ્યામાં જોડાયાં હતાં.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા,  તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન ભંડેરી, અને ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ધનશ્યામભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સૂર્ય વરસાણી એકેડમીના ટ્રસ્ટીશ્રી રામજીભાઈ હિરાણી,જાદવભાઈ પટેલ, આચાર્યશ્રી વી.કે શર્મા, શિક્ષકો તેમજ જિલ્લા શિક્ષણઅધિકારીશ્રી ડો. બી.એન. પ્રજાપતિ, જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જે.બી પ્રજાપતિ, કેળવણી નિરીક્ષકશ્રી વિનોદભાઈ પરમાર,બી.એમ.વાઘેલા, મીનાબેન સોઢા, નૈલેષભાઈ, બેલાબેન તેમજ કર્મચારીઓ જોડાયાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM