ડુંગરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના રૂા. ૨૭ લાખના ખર્ચે તૈયાર થનારા ભવનનું ખાતમુર્હૂત કરતા રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ

વલસાડ તાલુકાના ડુંગરી ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના રૂા. ૨૭ લાખના ખર્ચે તૈયાર થનાર ભવનનું આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિને રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ બ્રહ્માકુમારી રાજયોગિની દિવ્‍યપ્રભાબેન, બ્રહ્માકુમારી રંજનબેન, બ્રહ્માકુમારી રીટાબેન, ધારાસભ્‍યશ્રી ભરતભાઇ પટેલ, ડુંગરી ગામના સરપંચ પ્રિતીબેન દેસાઇની ઉપસ્‍થિતિમાં ખાતમુર્હૂત કર્યુ હતું.  આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્‍યું હુતં કે, પ્રજાપિતા બ્રહ્માકુમારીની બેહનો દ્વારા આજે વિશ્વ કલ્‍યાણ માાટે જે કાર્યો થઇ રહયા છે તે સરાહનીય છે. ડુંગરીમાં બ્રહ્માકુમારી બહેનો દ્વારા ડુંગરી અને આસપાસના વિસ્‍તારોમાં આ ભવન બનવાથી બ્રહ્માકુમારી બેહનો આ વિસ્‍તારના લોકોને આધ્‍યાત્‍મિકતા તરફ લઇ જવા માટે પ્રયાસ કરશે. આ ભવનના નિમાર્ણ માટે યોગદાન આપનાર તુલસી એસ્‍ટેટના રમેશભાઇ કોટડિયાની સેવાઓને મંત્રીશ્રીએ બિરદાવી હતી.   આ પ્રસંગે ઉત્તરમુંબઇ સબઝોનના બ્રહ્માકુમારી દિવ્‍યપ્રભાબેને જણાવ્‍યું હતું કે, આ ડુંગરી ગામે છેલ્લા પચ્‍ચીસ વર્ષથી જે રીતે ડુંગરી ગામના તબીબ દંપતિ દિનેશભાઇ અને રશ્‍મિબેન જે આધ્‍યાત્‍મિકતાનો પાયો નાંખેલો તેના પરિણામે આજે ડુંગરીમાં આ ભવનનું નિર્માણ થઇ રહયું છે. આ વેળાએ તેમણે જણાવ્‍યું હતું કે, આ ભવન માટેના નિમાર્ણમાં ડો. દિનેશભાઇના પરિવારનો ફાળો વિશેષ રહયો છે તે બદલ તેમને આર્શિવાદ આપ્‍યા હતા. શુભ દિને શુભ કાર્ય કરવાનો મને જે લહાવો મળ્‍યો છે તે બદલ હું ડુંગરી ગામની સંસ્‍થાની આભારી છું. આ ભવન બન્‍યા બાદ તેમાં જે લોકો તેમના શારીરિક, માનસિક દુઃખો છે તે માટે ભવનમાં મેડિટેશન હોલ બનાવવામાં આવ્‍યો છે જેમાં મેડિટેશન કરવાથી માણસ આધ્‍યાત્‍મિકતાના પંથે જઇ શકશે. આ ભવનમાં ૫૦૦ માણસો એકી સાથે મેડિટેશન કરી શકશે.  આ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન વલસાડ સબઝોનના બ્રહ્માકુમારી રંજનબેને કર્યુ હતું. આ કાર્યક્રમમાં વલસાડ, વાપી, સુરત, બારડોલી અને ડુંગરી ગામના બ્રહ્માકુમારીના અનુયાયીઓ અને ગ્રામજન હાજર રહયા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM