



વાપી તાલુકાના છીરી ગામ ખાતે રૂા. ૧.૯૫ કરોડના ખર્ચે તૈયાર થનાર મુખ્ય પ્રાથમિક શાળાનું ખાતમુર્હત અને ૨.૭૮ કરોડના ખર્ચે તૈયાર થયેલા બે સી. સી. રોડને આજરોજ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ છીરી ગામના લોકો માટે નોટીફાઇડ એરિયાના પ્રમુખ હેંમતભાઇ પટેલ, વાપી નગરપાલિકાના કોરબારી ચેરમેન મિતેશ દેસાઇ અને વાપીના શહેર પ્રમુખ સતીષભાઇ પટેલ અને વાપી તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઇ પટેલની હાજરીમાં ખુલ્લો મૂકયો હતો. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સૌના સાથ સૌના વિકાસના લઇને રાજયનો સમગ્રતયા વિકાસ કરી રહી છે. મીની હિન્દુસ્તાન એવા છીરીમાં વિવિધતામાં એકતા રહેલી છે કે આજે અહીં સમગ્ર દેશમાંથી તેમના રોજગાર અર્થે આવેલા લોકો હળીમળીને રહે છે. છીરી પંચાયતને પણ આવા પ્રજાકલ્યાણલક્ષી કાર્યો કરવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રીએ છીરી ગામના સરપંચ શમશુદ્દીન ચૌધરી, ઉપસરપંચ શ્રીમતી અરૂણાબેન દેસાઇ અને ગામના અગ્રણી અને ગામના વિકાસ માટે હરહંમેશ તત્પર એવા નુરૂદીન ચૌધરીનો આભાર માન્યો હતો અને છીરી ગામની પાણીની સમસ્યા બાબતે મંત્રીએ નિકાલ લાવવાની બાહેંધરી આપી હતી. છીરીના ગ્રામજનો માટે આજે ખુલ્લું મૂકાયેલા બે સી. સી. રોડ પૈકી રૂા. ૯૮ લાખના ખર્ચે ૮૦૦ કિ. મી. ના છીરી નવી નગરીથી શાંતિનગર અને રૂા. ૧.૮૦ કરોડના ખર્ચે ૧.૨૫ કિ. મી. ના કોપરલી મુખ્ય રસ્તાથી ગાલા મસાલા જી. આઇ. ડી. સીે. ને જોડતા સી. સી. રોડના નિમાર્ણથી છીરી ગામનો વિકાસ થશે એમ મંત્રીશ્રીએ આ વેળાએ જણાવ્યું હતું. છીરી ગામે તૈયાર થનાર પ્રાથમિક શાળાનું મકાન ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું અને દરેક ફલોર પર પાંચ ઓરડા મળી કુલ ૨૦ ઓરડાઓ તૈયાર થશે જેમાં સ્કૂલના ૬૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે. આ કાર્યક્રમમાં વાપી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમીત વાસંતીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય રેશમાબેન હળપતિ, નગરપાલિકાના ચીફ ઓફિસર શૈલેષભાઇ પટેલ, ગુજરાત સોશીયલ મીડયાના સત્યેનભાઇ પંડયા, છીરી ગામના સરપંચ શમશુદ્દીન ચૌધરી, ઉપસરપંચ શ્રીમતી અરૂણાબેન દેસાઇ, નોટીફાઇડ એરિયાના મુખ્ય ઇજનેર ડી. બી. સગર, જી. આઇ. ડી. સી. ના રીજીયોનલ મેનેજર આર. એમ. પરમાર, વાપી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર જતીન પટેલ, શાળાના આચાર્ય, શિક્ષકગણ તેમજ ગામના લોકો હાજર રહયા હતા.
