



શૈશવ રાવ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે, આજે પંડિત દિન દયાળ ઉપાધ્યાય હોલ અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા વિભાગ, આઇ.ટી.વિભાગ અને મીડિયા વિભાગનો સંયુકત કાર્યક્રમ “ડિજિટલ વોરિયર્સ” સમિટ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આજના આ ડિજિટલ વોરિયર્સ કાર્યક્રમને સંબોધતા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, ગુજરાત ભાજપા દેશભરમાં સોશિયલ મીડિયા,આઇ.ટી અને મીડિયાના કાર્યોમાં પ્રથમ ક્રમાંકે છે તે બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી સી.આર.પાટીલ સાહેબના વરદ હસ્તે આજ રોજ 15 થી વધુ એપના પ્લેટ ફોર્મ પર સોશિયલ મીડિયાની કામગીરીનુ લોંચીંગ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે પેજ કમિટિ,પ્રાથમિક સભ્ય અને સક્રિય સભ્યની સમસ્ત કામગીરી એક જ પ્લેટફોર્મ પર આંગળીના ટેરવે મળી રહે તે માટે ડેશ બોર્ડનું લોચિંગ કરવામાં આવ્યું હતું. દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પેજથી NFC કાર્ડ થકી તરત જ જોડાઇ શકાય તેવા 6 કાર્ડનું લોનચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્ડને NFC અને મોબાઇલ સાથે ટચ કરવાથી તરતજ મહાનુભાવોના સોશિયલ મીડિયામાં જોડાઇ શકશે અને અનેકવાર આ કાર્ડનો ઉપયોગ પણ થઇ શકશે.
શ્રી પાટીલ સાહેબે વધુમાં જણવ્યું હતું કે, Idea, Imagination અને Implementation એમ 3I થકી સોશિયલ મીડિયાનો અને આઇટીનો ઉપયોગ કરવો જોઇએ .આજના ડિજિટલ યુગમાં ડિજિટલ હાજરી અને ફીઝીકલ હાજરી બંને ખૂબ જ મહત્વપુર્ણ છે. ભાજપા પાસે કાર્યકરોની ખૂબ મોટી ફોજ છે. માટે ફીઝીકલ તેમજ ડિજિટલ માધયમ થકી સરકારની બધી જ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોચાડી શકીએ છીએ. ફિઝિકલ આપણે મળવાથી લાગણીઓ, સબંધો અને વિચારોના આપ-લે થાય છે તે એક રાજકીય પક્ષ માટે ખૂબ જરૂરી છે.
શ્રી સી.આર.પાટીલ સાહેબે જણાવ્યું હતું કે, જયારે ભાજપનો કાર્યકર્તા સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટ કરે કે વિચાર મુકે ત્યારે તેને સમાજ જીવન સવિશેષ માને છે અને ફોલો પણ કરે છે તે જ પ્રજા અને કાર્યકર્તા વચ્ચેની વિશ્વસનીયતા દર્શાવે છે.
શ્રી પાટીલે જણાવ્યું કે, ત્રણ-ત્રણ દાયકાથી પંચનિષ્ઠા સાથે પરિશ્રમ અને સેવા ભાવનાના કારણે દરેક ચુંટણીઓમાં, તમામ પેટા ચુંટણીઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો છે અને વિરોધીઓની ડિપોઝિટ ડુલ થઇ છે. કાર્યકર્તાઓની તાકાતને ભેગી કરીને જનતાના વિશ્વાસને પરિણામમાં પરિવર્તીત કરી શકવાની ભાજપની કાર્યક્ષમતાના કારણે વિરોધીઓની કમર તૂટી ગઇ છે. વર્ષ 2006થી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સોશિયલ મીડિયાના ઉપયોગનો પ્રારંભ કર્યો અને શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે પ્રથમ ક્રમાંકે રહ્યા અને ભવિષ્યમાં પણ રહેશે તેમ જણાવતા શ્રી પાટીલે હાલમાં આવેલ એક સર્વેના આધારે જણાવ્યું હતું.
શ્રી પાટીલ સાહેબે ગુજરાત પ્રદેશ ભાજપના તમાંમ કાર્યકરોને લાખ લાખ અભિનંદન પાઠવી વંદન કરતા જણાવ્યું હતું કે, કાર્યકર્તાઓની મહેનતના કારણે આજે સમગ્ર દેશમાં ગુજરાત રાજયના એક માત્ર પ્રદેશ અધ્યક્ષને ટોપ 100માં ભારતના શક્તિશાળી વ્યકિતઓમાં સ્થાન મળ્યું છે.
શ્રી પાટીલે સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને ટુંકી અને સાચી માહિતી સોશિયલ મીડિયામાં મુકીને રાજય તેમજ કેન્દ્ર સરકારની પ્રજા લક્ષી યોજનાઓના લાભો પ્રજા સુઘી પહોંચાડવાની હાંકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ અને જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. શ્રી પાટીલે સોનેરી મૃગની વાતો કરી છળ કપટ કરતા લોકોને ઓળખી ઘોબી પછાટ કરવા આહવાન કર્યું હતું અને કાર્યકર્તા વગરના ભાડુતી માણસો સાથેના વિપક્ષોને રાજયની પ્રજા હરાવીને તેમનું સ્થાન ચોક્કસથી બતાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, પ્રદેશ આઇટી વિભાગના ઇન્ચાર્જશ્રી નિખિલ પટેલ અને સહ ઇન્ચારજશ્રી મહેશભાઇ મોદી, પ્રદેશના સોશિયલ મીડિયા વિભાગના ઇન્ચાર્જશ્રી સિદ્ધાર્થભાઇ પટેલ, સહ ઇન્ચાર્જશ્રી મનનભાઇ દાણી, પ્રદેશ પ્રવકતાશ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશના સહપ્રવકતાશ્રીઓ શ્રી ભરતભાઇ ડાંગર, ડો.રૂત્વીજ પટેલ, શ્રી હિતેન્દ્રભાઇ પટેલ પ્રદેશ મીડિયા વિભાગના સંયોજકશ્રી ડો. યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ મીડિયા વિભાગના સહ સંયોજકશ્રી ઝુબિનભાઇ આસરા,પુર્વ ધારાસભ્યશ્રી અલ્પેશજી ઠાકોર સહિત જીલ્લા-મહાનગરના અપેક્ષીત કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
