ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા મહિલા મોરચા નો પ્રશિક્ષણ વર્ગ મહેસાણા ખાતે યોજાયો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ રાષ્ટ્રીય પ્રશિક્ષણ અભિયાન વિભાગ દ્વારા મહિલા મોરચા પ્રશિક્ષણ વર્ગનું ૧ દિવસનું આયોજન ઉતરઝોન મહેસાણા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ મધ્યે તા . ૨૮.૦૩.૨૦૨૨ ને સોમવાર ના રોજ યોજાયેલ હતું . દિવસ દરમ્યાન ૬ સત્ર રાખવામાં આવેલ જેમાં વર્ગ ની ભૂમિકા અને આપણી કાર્ય પદ્ધતિ , ભાજપ નો ઇતિહાસ અને વિકાસ , કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાકારી યોજનાઓ , સોશીયલ મીડિયા , મીડિયા અને આઈ . ટી . , વ્યક્તિત્વ અને વિકાસ , પ્રયત્નો અને પરિણામો જેવા વિષય ઉપર પ્રદેશના તેમજ મોરચાના હોદેદારો એ વિગત વાર સમજણ આપી હતી . જેમાં મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ શ્રી રજનીભાઇ પટેલ , પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા , કે.સી.પટેલ , શ્રીમતી દીપિકા બેન સરડવા , શ્રદ્ધાબેન જા , આઈ.ટી સેલના સિધ્ધાર્થ પટેલ , એ વ્યક્તવ્ય આપીને બેનો ને માહિતગાર કર્યા હતા . આ પ્રશિક્ષણ વર્ગ માં કચ્છ જિલ્લા મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર તેમજ મહામંત્રી શ્રીમતી હસ્મિતા બેન ગોર અને શ્રીમતી હેતલ બેન મહેતા તેમજ કચ્છ જિલ્લા મહિલા મોરચા હોદ્દેદારોઈ ભાગ લીધો હતો હોવાનું કચ્છ જીલ્લા મીડિયા સહ ઇન્ચાર્જ સંજય મહેશ્વરીની યાદી માં જણાવાયું હતું .

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *