ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન અને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ,સંગઠન પ્રભારી સીતાબેન નાયકની ઉપસ્થિતિમાં ટીમબર હોલ ખાતે યોજાયો હતો.

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન ની પૂર્વ સંધ્યાએ “સક્રિય કાર્યકર્તા સંમેલન'” 5મી એપ્રિલના રોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી તથા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી આજદિન સુધી ની સફર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લાના ડાંગ સ્વરાજ આશ્રમના ટીમ્બર હોલ ખાતે યોજાયેલ ભાજપ સક્રિય સભ્યોનો મહાસમેલનમાં જિલ્લાભર માંથી 252 જેટલા પાયાના કાર્યકરોને સક્રિય સભ્યો ના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. આ કાર્યકર્તા મહા સંમેલનમાં પાર્ટી પ્રમુખ દશરથભાઈ પવાર, ધારાસભ્ય વિજયભાઈ પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાંવીત,મહામંત્રીઓ રાજેશભાઇ ગામીત,કિશોરભાઇ ગાંવીત,હરીરામ સાવંત,તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ કામડી,સંકુન્તલાબેન પવાર,કમળાબેન રાઉત,સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી મહાનુભવો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM