વાંસદા નવસારીની દીકરીનું ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નું નોમિનેટ

લોકોમાં ખુશીની લાગણી અનુભવતા વાંસદા ના નગરજનો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૯ અને ૧૦ એપ્રિલના રોજ સુરત ખાતે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૨૫૦ વક્તાઓ સતત ૨૪ કલાક સ્પીચ આપશે અને વિકાસશીલ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો અને સફળતાથી દેશને વાકેફ કરશે. વક્તવ્ય આપવા માટે ૬૦૦થી વધુ લોકોએ અરજી કરી હતી. જેમાંથી પસંદ કરાયેલા ૨૫૦ વક્તાઓમાં, વાંસદાની લેખિકા ચૈતાલી વાલજીભાઈ પ્રજાપતિ નો સમાવેશ કરાયો છે. વાંસદાની દિકરી નું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામશે, જે સમગ્ર નગર અને જિલ્લા માટે ગૌરવ લેવા જેવી બાબત હોવાથી, નગરના બુદ્ધિજીવી સહિત તમામ પ્રજાજનો ચૈતાલી ને તેના પ્રયાસ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *