
ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરએ સતત સક્રિય હોય છે,કોઇને પણ મદદ કરવા હંમેશા ખડે પગે હાજર હોય છે અને જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરવા આગળ આવતો હોય છે. – શ્રી સી.આર.પાટીલ

આજે સમગ્ર દેશમા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસ અને સેવાથી દેશને એક તાંતણે બાંઘવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે. – શ્રી સી.આર.પાટીલ

આજે કોંગ્રેસની હાલત કફોળી બની છે, કોંગ્રેસ એક ડુબતું જહાજ છે. દેશના લોકોએ હવે કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કરી લીધું છે. – શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા છે અને કાર્યકર જયારે ચૂંટણી લડે છે ત્યારે પુરી તાકાતથી જીત માટે લડે છે. – શ્રી સી.આર.પાટીલ

ભારતીય જનતા પાર્ટીએ એવી પાર્ટી છે કે જે મેનિફેસ્ટોમાં આપેલા વચનોને પુર્ણ કરે છે અને તેનો હિસાબ આપે છે. મેનિફેસ્ટોમાં આપેલા વચનો કરતા વધુ વચનો પુર્ણ કરી લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરે છે. –શ્રી સી.આર.પાટીલ
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ અખબારી યાદીમાં જણાવે છે કે આજે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં હિંમતનગર તાલુકા-શહેર સંગઠન દ્વારા “પ્રાથમિક સભ્ય મહાકુંભ” કાર્યક્રમ યોજાયો.

શ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધનમાં જણાવ્યું કે, આજે ભારતીય જનતા પાર્ટીનો 42મો સ્થાપના દિવસ છે, આપણા માટે સુનેરો દિવસ છે. ગઇકાલે 41 જીલ્લાઓમાં સક્રિયસભ્યોની એક વર્ચ્યૂઅલ મીટિંગ થઇ અને આશરે એક લાખ 29 હજાર 90 સક્રિય કાર્યકર્તાઓને કાર્ડ વિતરણ કાર્યક્રમ થયો અને દરેક જીલ્લાઓમાં મોટી સંખ્યામાં હાજરી હતી તે કાર્યકરોનો ઉત્સાહ દર્શાવે છે. આપણે પેજ કમિટીની શરૂઆત થઇ છે પેજ પછી પ્રાથમિક સદસ્યો આવે છે. અને જે વ્યકિત ઓછામાં ઓછા 25 પ્રાથમિક સદસ્યો બનાવે તે જ સક્રિય સભ્ય બની શકે છે. એટલા માટે ત્રીજા સ્ટેપમાં 25 થી વધુ સક્રિય સદસ્ય બનાવ્યા છે. 25 થી વધુ એટલે કે 10 હજાર,15 હજાર સુઘીના સક્રિય સદસ્યતા બનનાવા વાળા કાર્યકર્તાઓ છે તેમને જ્યારે આ કાર્ડ વિતરણનો કાર્યક્રમ હોય એટલે કાર્યકરોમાં ઉત્સાહ હોય તે સ્વભાવિક છે.

શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, સક્રિય સદસ્ય બનવું તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ગૌરવનો વિષય છે. એક આનંદનો વિષય છે અને એક જવાબદારીનો વિષય છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તાઓ આ જવાબદારી નિભાવવા માટે હંમેશા તત્પર હોય છે. કાર્યકર્તા જાણે છે કે ભારતીય જનતા પાર્ટીએ પાર્ટી વિથ ડિફરન્સ કહેવાય છે. આનું કારણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે કે જેમણે પોતાના જીવનમાં આવતા કોઇ પણ શુભ પ્રસંગ હોય કે જન્મ દિવસની ઉજવણી કરતી વખતે એ સેવાકીય પ્રવૃતિ સાથે જોડે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકરએ સતત સક્રિય હોય છે, કોઇને પણ મદદ કરવા હંમેશા ખડે પગે હાજર હોય છે અને જરૂરિયાત મંદ વ્યક્તિને મદદ કરવા આગળ આવતો હોય છે. આવી સેવાકીય પ્રવૃતિ ધરાવતા કાર્યકરોને કારણે જનતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રત્યે માન અને સન્માન છે. આપણને જનતાનો જે વિશ્વાસ મળ્યો છે તેને હંમેશા જાળવી રાખવાનું કામ આપણા બઘાનું છે.
શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,આજે સમગ્ર દેશમા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકાસ અને સેવાથી દેશને એક તાંતણે બાંઘવાનું ભગીરથ કામ શરૂ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં તમામ કાર્યકરો એક થઇ કામ કરે છે તેનો શ્રેય આદરણીયશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને છે. યુ.પી અને બિહારની અંદર છેલ્લી બે ચૂંટણીમાં જ્ઞાતિસમિકરણોને તોડીને ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો પર ભરોસો રાખ્યો છે. જનતાનો જે ભરોસો છે તેને જાળવી રાખવા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દિવસ-રાત સખત પરિશ્રમ કરે છે.

શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,એક સમય એવો હતો કે રાજકીય પક્ષો એમ કહેતા કે વિકાસના નામે કયારેય ચૂંટણીમાં જીત ન મળે એટલે કોંગ્રેસે ક્યારેય વિકાસની વાત નથી કરી.ક્યારેય કોંગ્રેસે વિકાસના નામે મત માંગ્યા નથી. જ્ઞાતિના આઘારે ભાગલા પાડીને મત મેળવતા પરંતુ આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે આ દ્રષ્ટીકોણ ગુજરાતથી બદલ્યું અને વિકાસની રાજનીતી શરૂ કરી અને દેશ અને રાજયનો જે રીતે વિકાસ કરી રહ્યા છે તેનાથી જનતાને ઘણા લાભો થયા છે અને લોકો વિકાસના આધારે હવે મતદાન કરતા થયા.ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે જે રીતે વિકાસ કર્યો છે તે જોઇ પાર્ટીએ તેમને વડાપ્રધાન તરીકે રજૂ કર્યા ત્યારે આખો દેશ તેમની સાથે જોડાઇ સંપુર્ણ બહુમતી આપી દેશના વડાપ્રધાન તરીકેનું સુકાન આપ્યું. આપણા દેશમાં ભારતીય જનતા પાર્ટીના 1300 થી પણ વધુ ધારાસભ્યો છે, 400 થી વધુ સંસદ સભ્યો છે. આજે કોંગ્રેસની હાલત કફોળી બની છે કોંગ્રેસ એક ટાઇટેનીક જહાજ હતું લોકો કહેતા કે આ જહાજ કયારેય ડૂબે નહી પરંતુ આ જહાજ ડૂબી ગયું છે. અને કોંગ્રેસ પોતાનું ડુબતુ જહાજ ને રોકવાનો પ્રયાસ પણ છોડી દીધો છે. દેશના લોકોએ હવે કોંગ્રેસને જળસમાધી આપવાનું નક્કી કરી લીધું છે. હવે તો ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ પણ જાય તેવી સ્થિતિ થઇ છે. આપણા પર ગુજરાતની જનતાએ જે વિશ્વાસ રાખ્યો છે તેને જાળવી રાખવા તનતોડ મહેનત કરવી પડશે કેમ કે કોંગ્રેસના વિકલ્પ તરીકે નહી પણ ભાજપના કાર્યકરો પર લોકો જે વિશ્વાસ રાખે છે તેને જાળવી રાખવા સખત પરિશ્રમ કરવો પડશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા છે અને કાર્યકર જયારે ચૂંટણી લડે છે ત્યારે પુરી તાકાતથી જીત માટે લડે છે અને ચૂંટણી જીતી સત્તા પ્રાપ્ત કરવા લડે છે અને સતા પ્રાપ્ત કરી ભાજપનો કાર્યકર દેશની સેવા માટે સત્તાનો ઉપયોગ કરે છે.
શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, અન્ય રાજકીય પાર્ટીના કાર્યકરો સત્તા પ્રાપ્ત કર્યા પછી લોકોને ભુલી જતા હતા.પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ચૂંટણી જીતી જનતાને કામનો હિસાબ આપે છે. ભારતીય જનતા પાર્ટીએ એવી પાર્ટી છે કે જે મેનિફેસ્ટોમાં આપેલા વચનોને પુર્ણ કરે છે અને તેનો હિસાબ આપે છે. મેનિફેસ્ટોમાં આપેલા વચનો કરતા વધુ વચોનો પુર્ણ કરી લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરે છે. પહેલા આપણા મેનિફેસ્ટોમાં રામ મંદિરનું નિર્માણ કરવું ,કલમ 370 અને 35એ ની કલમ રદ કરીશું તે જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ આ કામ પુર્ણ થશે કે નહી તે અંગે શંકા હતી પરંતુ આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી તરત જ આપેલા વચનો પુર્ણ કરવાની દિશામાં કામ શરૂ કર્યુ. કોર્ટ દ્વારા રામ મંદિર બનાવવાનો હુકમ થયો અને ખુબ ધીરજથી કામ કર્યુ પરંતુ જો કોંગ્રેસ હોત તો સુપ્રિમ કોર્ટના ઓર્ડર પછી બે કોમ વચ્ચે ઝગડો કરાવ્યો હોત અને મંદિરનું નિર્માણ પાછુ ઠેલવ્યું હોત. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશના તમામ જ્ઞાતીના નેતાઓને ભેગા કર્યા તેમની સાથે ચર્ચા કરી તેમને વિશ્વાસમાં લીધા અને ત્યાર પછી રામ મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને 2024 સુઘીમાં રામ મંદિરનું નિર્માણ પુર્ણ થવાનું છે. દેશના લોકોની અપેક્ષા હતી કે દેશમાં અયોધ્યામાં શાંતીથી રામ મંદિરનું નિર્માણ થાય તેને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખુબ સરસ રીતે પુર્ણ કર્યું.
શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે,કોગ્રેસના કેટલાક આગેવાનો કહેતા 370 અને 35એ કલમ ને મોદી સાહેબ છુ ના મત ખુન કી નદીયા બહેગી. આ કલમને દુર કરવાનું બેડુ આપણા દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ ઉપાડયું અને એક જ દિવસમાં રાજયસભા અને લોકસભામાં સંપુર્ણ બહુમતી સાથે આ બીલને મંજૂર કરાવ્યું. “ખૂન કી નદીયાતો બહુ ત દુર કી બાત હે ખુન કી એક બુંદ ભી નહી ગીરી, એક ગોલીભી નહી ચલી” અને સંપુર્ણ શાંતીથી કામ પુર્ણ થયું એ એટલા માટે થયું કેમ કે જમ્મુ કાશ્મીરના લોકો ઇચ્છતા હતા કે કલમ 370 અને 35એ દુર થાય અને અંખડ ભારત સાથે તેઓ જોડાઇ. જમ્મુ કાશ્મીરના લોકોની ઇચ્છા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ અને ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબે પુર્ણ કરી.
શ્રી સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, આજે સ્થાપના દિને જયારે આપણે મળ્યા છીએ ત્યારે સંકલ્પ કરીએ કે આપણા જીલ્લામાં કે વિસ્તારમાં કોઇ પણ કુપોષિત બાળક હોય તે બાળકને દત્તક લઇ ત્રણ મહિનામાં કુપોષણ માંથી બહાર લાવી સુપોષિત કરીએ. આ કામ દરેક જીલ્લામાં શરૂ થયું છે તે કામમાં દરેક કાર્યકર સહભાગી બને. આપણે સંકલ્પ કરીએ કે આવનાર ત્રણ મહિનામાં ગુજરાતમાં એક પણ કુપોષિત બાળક ન રહે. અંતમાં શ્રી સી.આર.પાટીલ સાહેબે સાબકાંઠા જીલ્લામાં મહિલા મોરચા દ્વારા 700 બાળકોને દત્તક લેવામાં આવ્યા છે તે બદલ અભિનંદન પાઠવ્યા.
આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી કૌશલ્યા કુવરબા,સાબરકાઠા જીલ્લા પ્રમુખશ્રી જે.ડી.પટેલ,શ્રી હિતેષભાઇ પટેલ,ધારાસભ્યશ્રી હિતુભાઇ કનોડીયા,જીલ્લાના પ્રમુખશ્રી ધીરુભાઇ પટેલ,ધારા સભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,વિઘાનસભાના પુર્વ અધ્યક્ષશ્રી રમણભાઇ વોરા, શ્રી રેખાબેન ચૌધરી સહિત જીલ્લાના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
