


રીપોર્ટ. ધાર્મિક ભટ્ટ અરવલ્લી
ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લો સક્રિય કાર્યકર્તા કાર્ડ વિતરણ સંમેલન અરવલ્લી જિલ્લા ભાજપા કાર્યાલય, શ્રીકમલમ્ ખાતે યોજાયુ. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પ્રભારી કુ.જયશ્રીબેન દેસાઇ, સહ પ્રભારી શ્રી ગીરીશભાઇ જગાણીય, જિલ્લા પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઇ પટેલ, જિલ્લા ના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ રહેવર, જિલ્લા મહામંત્રી શ્રી ભીખાજી ઠાકોર, સાબરડેરી ચેરમેન શ્રી શામળભાઇ પટેલ ઉપસ્થિત રહી તેઓના હસ્તે સક્રિય કાર્યકર્તાને કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહાનુભાઓ દ્વારા પ્રસંગોચીત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપા પ્રમુખ માન.શ્રી સી.આર. પાટીલ સાહેબ નું ઝૂમ એપ ના માધ્યમ થી વર્ચ્યુઅલી સંબોધન કરાયું હતું આ વર્ચ્યુઅલી લાઇવ સંબોધન – માર્ગદર્શન અરવલ્લી જિલ્લા ના બહોળી સંખ્યામાં ઉપસ્થિત સક્રિય કાર્યકર્તાઓએ સાંભળ્યું હતું. સમગ્ર સંમેલનનું સંચાલન જિલ્લા મહામંત્રી શ્રી હસમુખભાઇ પટેલ, શ્રી જગદિશભાઇ ભાવસાર દ્વારા કરવામાં આવ્યું હતું સંમેલનના અંતિમ ચરણ માં મહામંત્રી શ્રી જગદિશભાઇ ભાવસાર દ્વારા આભાર વીધી કરી કાર્યક્રમ નું સમાપન કરાયું હતું.

