ઉના ભાજપ કાર્યાલય ખાતે સ્થાપના દિવસ ઉજવાયો

ઉના શહેર યુવા મોરચાના અધ્યક્ષસ્થાને વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીના આજના ૪૨મા સ્થાપના દિવસ નિમિત્તે ઉના શહેર ભાજપા તથા ઉના શહેર યુવા ભાજપા દ્વારા નગરપાલિકા ભવન ખાતે સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી આ પ્રસંગે શ્યામાપ્રસાદ મુખરજી,પંડીત દિનદયાળ ઉપાધ્યાયજી અને માભારતી ના ફોટા સમક્ષ દીપ પ્રાગટ્ય કરી અને ભારત માતાકી જયના નારા સાથે આ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજે ઉના શહેરના તમામ બૂથ માં આવેલા ઘરો ઉપર ભારતીય જનતા પાર્ટીની ઝંડી લગાડવા માટે ભાજપાના હોદ્દેદારો,નગર પાલિકાના સદસ્યો તથા કાર્યકરો શેરીએ-શેરીએ અને ગલીએ ગલીએ ઉમટી પડયા છે અને લોકોમાં પણ તેમને આવકારવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળે છે આ પ્રસંગૅ પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા મંત્રી રાજુભાઈ ડાભી,શહૅર પ્રમુખ મિતૅષભાઈ શાહ,મહામંત્રી કાંતિભાઈ છગ, સુનીલભાઈ મુલચંદાણી,શહૅર ભાજપા યુવા મૉરચાના પ્રમુખ વિનૉદભાઈ બાંભણિયા નગર સેવક ધીરુભાઈ છગ, દિલાવર નંદવાણાં, વિજા ભાઈ સોસા,હિતેશભાઈ દિવેચા સહિત તથા વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *