સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ વાંસદા ખાતે બે દિવસીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમનું આયોજન

મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઇ પટેલ તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહેશે

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં વાંસિયા તળાવ સ્થિત મહર્ષિ સદાફલ દેવ દંડકવન આશ્રમ ના સાતમાં વાર્ષિક ઉત્સવ નિમિત્તે આગામી તા. ૧૫મી તથા ૧૬મીના રોજ શ્રી સદગુરુ આર્ચાય સ્વતંત્રદેવજી મહારાજ તેમજ સદગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાન દેવજી મહારાજ ની પાવન ઉપસ્થિતિમાં ૧૦૦૮ કુંડીય વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ તેમજ વિહંગમ યોગ સત્સંગ સમારંભનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.  દંડકવન આશ્રમનાં બેદિવસીય વાર્ષિક ઉત્સવમાં પ્રથમ દિવસે તા ૧૫ મી એપ્રિલ શુક્રવારનાં રોજ વિહંગમ યોગ સત્સંગ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ  પ્રમુખ તથા નવસારીનાં સાંસદ શ્રી સી. આર.પાટીલ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીજે દિવસે તા.૧૬ મીના રોજ શનિવારે સવારે ૧૦.૦૦ કલાક થી ૧૨.૦૦ કલાક સુધી વિશ્વશાંતિ વૈદિક મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે ૪.૦૦ કલાકથી પૂ. સદગુરુ ઉત્તરાધિકારી વિજ્ઞાનદેવજી મહારાજ ની દિવ્યવાણી તેમજ સંગીતમય સ્વર્વેદ કથાઅમૃતની રજૂઆત બાદ પૂ. સદગુરુ આર્ચાયશ્રી સ્વતંત્ર દેવજી મહારાજ દ્વારા અમૃત વાણી કરાશે.  સદગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ ખાતે આયોજિત બે દિવસીય વાર્ષિક ઉત્સવમાં સહભાગી થવા વિહંગમ યોગ પરિવાર દ્વારા જાહેર જનતા ને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *