નવસારી ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મેગા કેમ્પ યોજાયો

આયુષ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

નવસારીઃગુરુવારઃ નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવાડી નવસારી દ્વારા તા.૦૬ ઠૃી એપ્રિલ ના રોજ રામજી મંદિર, દુધિયા તળાવ, નવસારી ખાતે આયુર્વેદ તથા હોમીયોપેથી અંગે પ્રચાર પ્રસાર સામાન્ય જનતા સુધી પહોચાડવા માટે મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો. કેમ્પમાં વન ઔષધિ પ્રદર્શન, પંચકર્મ, યોગ માર્ગદર્શન તથા અલગ અલગ વિભાગ ઓપીડી અંતર્ગત સેવા આપવામાં આવી હતી.

આ કેમ્પમાં  વૈદ્ય ઉર્વીબેન પટેલ,વૈદ્ય અમી દશોંદી, ડો.માધવી ગઢવી તેમજ જિલ્લા પંચાયત ના આયુર્વેદ ડોકટર વૈદ્ય રાજેષભાઇ માણીયા શૈલેન્દ્રભાઇ નાકરાણી, હિતેષભાઇ લીમ્બાચીયા, નટવરસિંહ રાજપૂત, પ્રકાશભાઇ ચૌહાણે ઉત્કૃષ્ટ સેવા આપી હતી.

        આ આયુષ કેમ્પની નવસારીના ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇએ મુલાકાત લીધી હતી. તેમની સાથે મહિલામોરચા ના મહામંત્રી જીજ્ઞાસાબેન પારેખ તથા નગરપાલિકાના માઇનર વિભાગ ચેરમેન પરેશભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતાં. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા આયુર્વેદ હોસ્પિટલના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM